December 21, 2024

રિક્ષા-કાર બાદ હવે બાઈક પણ CNG, બુલેટને ટક્કર મારે એવા ફીચર્સ

Bajaj CNG Bike: રિક્ષા અને કારમાં સીએનજી ગેસ કિટ આવ્યા બાદ હવે સ્કૂટર કે બાઈકમાં સીએનજી કિટ આવે તો ચોંકી ન જતા. ઓટો ક્ષેત્રમાં નામ ધરાવતી એક કંપનીએ સીએનજીથી ચાલતી એક બાઈક તૈયાર કરી લીધી છે. લાંબી રાહ જોયા બાદ, બજાજ ઓટોએ જાહેરાત કરી છે કે, કંપની તેની પ્રથમ CNG બાઇક 5 જુલાઈએ લોન્ચ કરવા જઈ રહી છે. અગાઉ આ બાઇક 18 જૂને લોન્ચ થવાની હતી. નવું મોડલ 125cc એન્જિનમાં આવશે. તેમાં પેટ્રોલ અને સીએનજી બંને પર ચાલવાની સુવિધા હશે. ટેસ્ટિંગ દરમિયાન આ બાઇકને ઘણી વખત સારો એવો સપોર્ટ કરવામાં આવ્યો છે. હાલમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાની નજીક છે ત્યારે બાઈક લવર્સ માટે આ નવી બાઈક સારો ઓપ્શન બની રહેશે. આવી સ્થિતિમાં, સીએનજી હજી પણ સૌથી સસ્તું અને આર્થિક રીતે પોસાય એવું બળતણ છે.

અન્ય કરતા સસ્તી હશે બાઈક
એવું માનવામાં આવે છે કે બજાજની નવી CNG બાઈક સસ્તી હશે. આ બહુ ઊંચું પ્રીમિયમ નહીં હોય. એટલે કે, જો બજાજની આ બાઇકની રાહ જોઈ રહ્યા છો, તો 5 જુલાઈનો દિવસ ખાસ બની શકે છે. બજાજ ઓટોના જણાવ્યા અનુસાર, CNG બાઇકની માર્કેટમાં એન્ટ્રી પછી, ઈંધણનો વપરાશ લગભગ 50 થી 65% સુધી ઘટશે. બીજી તરફ, CNG બાઈકમાં કાર્બન ડાયોક્સાઇડમાં 50% ઘટાડો થશે, કાર્બન મોનોક્સાઇડમાં 75% ઘટાડો અને નોન-મિથેન હાઈડ્રોકાર્બન ઉત્સર્જનમાં અંદાજે 90% ઘટાડો જોવા મળશે. હવે અનુમાન લગાવી શકો છો કે સીએનજી બાઈક આવવાથી માત્ર ઈંધણનો વપરાશ જ નહીં પરંતુ પ્રદૂષણમાં પણ ઘટાડો થશે.જોકે, બાઈકને પણ એટલી જ ચોક્કસાઈથી તૈયાર કરવામાં આવી છે જેનાથી કોઈ રીતે પ્રદૂષણ ન વધે.

આ પણ વાંચો: ઇ-વ્હિકલના ભાવમાં ઘટાડાના એંધાણ, બેટરી મુદ્દે કંપની મોટા સાહસના પ્લાનમાં

અંદાજીત કિંમત
ડિસ્ક બ્રેક, લાંબી સીટ, એલોય વ્હીલ્સ, ડિજિટલ ક્લસ્ટર, સિંગલ-ચેનલ, એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ સાથે નવી બાઈક આવી શકે છે. સૂત્રના જણાવ્યા અનુસાર, બજાજની નવી CNG બાઇક 125cc એન્જિન સાથે લોન્ચ થઈ શકે છે. સુરક્ષા માટે બાઇકમાં ડિસ્ક બ્રેક અને એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ જેવા ફીચર્સ હશે. તેમાં કોમ્બી બ્રેકિંગ સિસ્ટમની પણ સુવિધા હશે. તેમાં આરામદાયક બેઠક હશે. ઉપરાંત, બાઇકમાં આગળના ભાગમાં ટેલિસ્કોપિક ફોર્ક અને પાછળના ભાગમાં મોનોશોક સસ્પેન્શન હશે, જે તેને સરળ રાઇડ આપશે. હાલમાં કંપનીએ તેની કિંમતનો ખુલાસો કર્યો નથી. એક અંદાજ મુજબ બાઇકની કિંમત 1 લાખ રૂપિયાથી શરૂ થઈ શકે છે.