November 19, 2024

બાઈક લવર્સ માટે ગૂડ ન્યૂઝ, આવી રહ્યું છે પલ્સનું આવું મસ્ત મોડેલ

અમદાવાદ: બજાજે અત્યાર સુધીની સૌથી શક્તિશાળી પલ્સર NS400G લૉન્ચ કરીને ભારતીય બજારમાં તેની પલ્સર સીરિઝ એક્સપાન કરી છે. પાવરફુલ એન્જિન, અદભૂત નેકેડ સ્ટ્રીટ લુક, લોડેડ ફીચર્સ અને વિવિધ રાઈડિંગ મોડ્સ સાથે આ મોટરસાઈકલ ભારતમાં રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 અને હિમાલયન તેમજ હાર્લી ડેવિડસન X440 અને યાઝા-યેઝદી કંપનીની મોટરસાઈકલ સાથે સ્પર્ધામાં ઊતરી શકે છે. સૌથી પાવરફુલ પલ્સરની કિંમત અને તમામ ફીચર્સ જાણીએ.

કિંમત કેટલી
બજાજ પલ્સર NS400Gની એક્સ-શોરૂમ કિંમત માત્ર 1.85 લાખ રૂપિયા રાખવામાં આવી છે. જો કે, આ એક પ્રારંભિક કિંમત છે, જે નજીકના ભવિષ્યમાં વધી શકે છે. આ બાઇકને રેડ, બ્લેક, વ્હાઇટ અને ગ્રે જેવા 4 કલર ઓપ્શનમાં રજૂ કરવામાં આવી છે. પલ્સર NS400Gનું બુકિંગ 3જી મેથી 5000 રૂપિયાની ટોકન રકમ પર શરૂ થયું છે અને તેની ડિલિવરી આવતા મહિને એટલે કે જૂનમાં શરૂ થશે. Bajaj Pulsar NS400G ના દેખાવ અને ડિઝાઇન વિશે વાત કરીએ તો તેમાં ફ્લોટિંગ પેનલ ડિઝાઇન છે. જે જોવામાં ખૂબ જ આકર્ષક છે. નેકેડ સ્ટ્રીટ સેગમેન્ટની આ મોટરસાઇકલમાં LED હેડલેમ્પ્સ, ટેલ લેમ્પ્સ અને ટર્ન ઇન્ડિકેટર્સ તેમજ હેઝાર્ડ લાઇટ્સ પણ જોવા મળે છે. તેનો ફ્રન્ટ લુક એકદમ પાવરફુલ લાગે છે. છેવટે, તેને સ્પ્લિટ સીટ સેટઅપ આપવામાં આવ્યું છે. જે કંપનીના દાવા મુજબ, શહેરમાં સવારીથી લઈને ઓફ-રોડિંગ સુધી આરામદાયક પ્રતિસાદ આપે છે.

આ પણ વાંચો: દેશના મહાનગરમાં ઈ-રીક્ષાની સંખ્યા વધી, લાખોમાં નોંધાયો આંકડો

આ પણ જાણજો
બજાજ ઓટોએ તેની સૌથી મોટી અને સૌથી શક્તિશાળી પલ્સર બાઇક NS400G ફીચર લોડ કર્યું છે. તેમાં બ્લૂટૂથ કનેક્ટેડ ડિજિટલ કન્સોલ, ડોટ મેટ્રિક્સ ડિસ્પ્લે સાથે બોન્ડેડ ગ્લાસ કલર એલસીડી, મ્યુઝિક કંટ્રોલ્સ, લેપ ટાઈમર, ટર્ન બાય ટર્ન નેવિગેશન, સ્પોર્ટ્સ અને ઓફ રોડ મોડ્સ માટે સ્વિચેબલ ટ્રેક્શન કંટ્રોલ, 4 રાઈડિંગ મોડ્સ (રેડ, રોડ, સ્પોર્ટ્સ અને ઑફ- રોડ), ઈલેક્ટ્રોનિક થ્રોટલ અને યુએસબી ચાર્જિંગ પોર્ટ અને બીજી ઘણી સુવિધાઓ.