January 2, 2025

બજાજ ઓટોએ લૉંચ કર્યું પલ્સર ન્યૂ એડિશન, નહીં પુરાવું પડે પેટ્રોલ

Bajaj Pulsar Flex Fuel: બજાજ ઓટો કંપની સતત નવી ટેકનોલોજી પર કામ કરી રહી છે. કંપનીએ વિશ્વની પ્રથમ CNG બાઇક બજાજ ફ્રીડમ 125 લોન્ચ કરી હતી. હવે કંપનીએ ઈન્ડિયા બાયો-એનર્જી એન્ડ ટેક (IBET) એક્સ્પો 2024માં તેની પ્રખ્યાત બાઇક બજાજ પલ્સર NS160નું નવું ફ્લેક્સ ફ્યુઅલ વર્ઝન પ્રદર્શિત કર્યું છે. આ બે દિવસીય એક્સ્પોમાં ટકાઉ ઈંધણને લગતી પ્રોડક્ટ્સ પ્રદર્શિત કરવામાં આવી છે. જેનું આયોજન ઈન્ડિયન ફેડરેશન ઓફ ગ્રીન એનર્જી અને એમએમ એક્ટિવ સાય-ટેક કોમ્યુનિકેશન દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું.

શું છે આ ફ્લેક્સ ફ્યૂઅલ
ફ્લેક્સ-ફ્યુઅલ કંઈ નવું નથી. સરકાર પણ આ પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ કરવા માટે સતત પ્રોત્સાહનો આપી રહી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ઘણી વખત ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિનથી સજ્જ વાહનોના ઉત્પાદનની હિમાયત કરી છે. ફ્લેક્સ ફ્યુઅલ એ પેટ્રોલ અને અન્ય ઇંધણ જેમ કે ઇથેનોલ અથવા મિથેનોલના મિશ્રણમાંથી બનેલું વૈકલ્પિક બળતણ છે. ફ્લેક્સ ઇંધણ વાહનોમાં નિયમિત (ICE) આંતરિક કમ્બશન એન્જિન હોય છે અને તે એક કરતાં વધુ પ્રકારના ઇંધણ પર ચાલવા માટે સક્ષમ છે.

મિશ્રણ પર ચાલે છે
કંપનીનું કહેવું છે કે, બજાજ પલ્સર NS160 ફ્લેક્સ ફ્યુઅલ ઇથેનોલ અને પેટ્રોલના મિશ્રણ પર ચાલે છે. આ સિવાય બજાજ ઓટોએ હજુ સુધી આ બાઇક વિશે વધુ માહિતી આપી નથી. તાજેતરમાં બજાજ ઓટોના મેનેજિંગ ડિરેક્ટર રાજીવ બજાજે કહ્યું હતું કે ઇથેનોલથી ચાલતી આ બાઇક માર્ચ 2025 સુધીમાં લોન્ચ કરવામાં આવી શકે છે.છેલ્લા કેટલાક સમયથી ભારત સરકાર E80/E100 ઈથેનોલ પર ચાલતા વાહનોને પ્રોત્સાહન આપી રહી છે. TVS ઇથેનોલ બાઇક પર પણ કામ કરી રહી છે. થોડા વર્ષો પહેલા Apache RTR 200 ના ફ્લેક્સ ફ્યુઅલ મોડલનું પ્રદર્શન કર્યું હતું.

બ્રાઝિલમાં છે વપરાશ
બ્રાઝિલ અને અન્ય દક્ષિણ અમેરિકાના દેશોમાં, E80/100 ઇંધણનો વપરાશ ખૂબ જ વધારે છે. તે દેશોમાં તેને વેચવાના હેતુ માટે ફ્લેક્સ ફ્યુઅલ બાઇક વિકસાવવાનો અર્થ છે. કારણ કે બજાજ અને ટીવીએસ જેવી કંપનીઓ પણ આ દેશોમાં મોટી હાજરી ધરાવે છે. જો કે, ભારત પણ E80/E100 ઈંધણ તરફ આગળ વધે તેવી અપેક્ષા છે. જો આ કંપનીઓ ફ્લેક્સ ફ્યુઅલ વાહનો અગાઉથી તૈયાર કરે તો બજાર કબજે કરવું સરળ બની જશે.

આ પણ વાંચો: આજથી બદલાઈ ગયા આ 4 નિયમો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર

ફીચર્સ આવા છે
પેટ્રોલ-સંચાલિત પલ્સર NS160માં 160.3 ccની ક્ષમતા સાથે સિંગલ-સિલિન્ડર એન્જિન છે. જે 17.2PSનો પાવર અને 14.6Nmનો ટોર્ક જનરેટ કરે છે. સસ્પેન્શન સેટઅપમાં ટેલિસ્કોપિક ફોર્ક અને મોનોશોકનો સમાવેશ થાય છે જ્યારે બ્રેકિંગ માટે, 300 mm ફ્રન્ટ ડિસ્ક બ્રેક અને 230 mm પાછળની ડિસ્ક બ્રેકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પલ્સર NS160 ફ્લેક્સ ફ્યુઅલની સાથે, બજાજ ઓટોએ IBET એક્સ્પો 2024માં તાજેતરમાં લૉન્ચ કરેલી બજાજ ફ્રીડમ 125 CNG બાઇકનું પણ પ્રદર્શન કર્યું. જેની પ્રારંભિક કિંમત રૂ. 95,000 (એક્સ-શોરૂમ) છે. આ બાઇક કુલ ત્રણ વેરિઅન્ટમાં આવે છે જેમાં ડ્રમ અને ડિસ્ક બ્રેકનો વિકલ્પ ઉપલબ્ધ છે.