બજાજ ઓટોએ કરી મોટી જાહેરાત, આ માહિતી શેર કરી

Bajaj Auto: બજાજ ઓટોએ મોટી જાહેરાત કરી છે. કંપનીએ દેશમાં ઝડપથી વિકસતા ઈ-રિક્ષા બજારને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લીધો છે. બજાજ ઓટોના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રાકેશ શર્માએ માહિતી આપી હતી કે કંપનીને વર્તમાન ક્વાર્ટરના અંત સુધીમાં તેની ઇ-રિક્ષા માટે નિયમનકારી મંજૂરી મળવાની અપેક્ષા છે, જેનાથી તે આ સેગમેન્ટમાં પ્રવેશ કરી શકશે.
આ પણ વાંચો: રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટના નવા ટર્મિનલનું કરાયું લોકાર્પણ
એપ્રિલના પહેલા અઠવાડિયામાં
એક અધિકારીએ જણાવ્યું કે “અમે આ ક્વાર્ટરના અંત સુધીમાં, એટલે કે, ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં ઇ-રિક્ષા રજૂ કરવામાં આવશે. છૂટક વેચાણ એપ્રિલના પહેલા અઠવાડિયામાં અથવા માર્ચના અંત સુધીમાં શરૂ થઈ શકે છે. જાન્યુઆરીમાં બજાજ ઓટોનું નિકાસ સહિત કુલ વેચાણ વાર્ષિક ધોરણે સાત ટકા વધીને 3,81,040 યુનિટ થઈ ગયું છે.