ભારતની પાકિસ્તાન સામે વધુ એક કાર્યવાહી, ચેનાબ નદી પર બનેલા બગલીહાર ડેમમાંથી પાણીનો પ્રવાહ બંધ કરી દીધો

Baglihar Dam Built Chenab River: પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત પાકિસ્તાન સામે સતત એક પછી એક કાર્યવાહી કરી રહ્યું છે. ભારત સરકાર પાકિસ્તાનને બધી રીતે અલગ કરી રહ્યું છે. પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ સમાપ્ત કર્યા પછી વધુ એક કાર્યવાહી કરી છે. જેમાં ભારતે ચિનાબ નદી પરના બગલીહાર ડેમમાંથી પાણીનો પ્રવાહ બંધ કરી દીધો છે. એક માહિતી પ્રમાણે ભારત હવે ઝેલમ નદી પરના કિશનગંગા ડેમ પર પણ આવી જ કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે.
આ પણ વાંચો: KKRના ભૂતપૂર્વ ખેલાડી બન્યા બાંગ્લાદેશના કેપ્ટન, મહત્વપૂર્ણ સિરીઝ માટે ટીમની કરાઈ જાહેરાત
લાંબા સમયથી આ બંધ વિવાદનો વિષય
બગલીહાર ડેમ ઘણા સમયથી ચર્ચામાં છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાય સમયથી આ બંધને લઈને વિવાદ રહ્યો છે. પાકિસ્તાન ભૂતકાળમાં વિશ્વ બેંક પાસેથી મધ્યસ્થી માંગી ચૂક્યું છે. કિશનગંગા બંધને કાનૂની અને રાજદ્વારી ચકાસણીનો સામનો કરવો પડ્યો છે. મહત્વની વાત એ છે કે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે દાયકાઓ જૂની સિંધુ જળ સંધિ રદ કરી દીધી છે.