July 1, 2024

દિલ્હી સહિત 23 રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ, ગુજરાતમાં આ વિસ્તારમાં પડશે ભારે વરસાદ

Weather Forecast: દેશમાં દરેક વિસ્તારમાં વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે. દેશના મોટા ભાગના વિસ્તારમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

ભારે વરસાદની આગાહી
ભારે વરસાદ અને પાણી ભરાવાથી દિલ્હીના લોકો હાલ પરેશાન જોવા મળી રહ્યા છે. આજના દિવસે પણ દિલ્હીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દિલ્હીની સાથે 22 અન્ય રાજ્યોમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અરુણાચલ પ્રદેશમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે ગુજરાત અને રાજસ્થાનમાં હળવા વરસાદની આગાહી આપવામાં આવી છે.

આ રાજ્યોમાં એલર્ટ આપવામાં આવ્યું
મહારાષ્ટ્ર, ગોવા, હિમાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, હરિયાણા, છત્તીસગઢ, ગુજરાત, મધ્યપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ચંદીગઢ, દિલ્હી, રાજસ્થાન, આસામ, મેઘાલય, ઓડિશા, ઉત્તર પ્રદેશ, પંજાબ , ઉત્તરાખંડ આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. અરુણાચલ પ્રદેશમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. પંજાબ અને હરિયાણાના વિસ્તારમાં હજૂ વરસાદ થયો નથી.

આ પણ વાંચો: IND vs ENG Weather Update Live: ભારત-ઈંગ્લેન્ડની ટક્કર વચ્ચે ગુયાનાનું હવામાન કેવું છે?

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી
1 જુલાઇ ખેડા, અમદાવાદ, આણંદ, છોટાઉદેપુર, નર્મદામાં ભરૂચ, વડોદરા, ભરૂચમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે તમામ જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે. આવતીકાલે ભરૂચ, વલસાડ, દણણ , સુરત, નવસારી, અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.