December 26, 2024

શિયાળામાં બનાવો ખસખસ-બદામનો હલવો, આ રહી સરળ રીત

Badam Halwa Easy Recipe: શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે. આ સિઝનમાં હેલ્થી મિઠાઈ ખાવાનું મન થાય છે. ત્યારે અમે તમારા માટે બદામના હલવાની સરળ રેસીપી લઈને આવ્યા છીએ.

પ્રથમ સ્ટેપ
સૌથી પહેલા અડધો કપ ખસખસ અને બદામને આખી રાત પલાળીને રાખો. આ પછી સવારે તમારે બદામની છાલને તમારે દૂર કરી લેવાની રહેશે. હવે બંને વસ્તુઓને મિક્સ કરીને તેમાં દૂધ નાંખો.

બીજું સ્ટેપ
એક કડાઈમાં તમારે ઘી લેવાનું રહેશે. ઘીને ગરમ થવાદો અને પછી તેમાં ખસખસ અને બદામની પેસ્ટ નાંખવાની રહેશે. આ પેસ્ટને તમારે શેકવાની રહેશે.

ત્રીજું સ્ટેપ
પેસ્ટ લાલ થઈ જાઈ એટલે સમજી લેજો કે તે શેકાઈ ગઈ છે. હવે તમારે તેમાં એક કપ દૂધ સારી રીતે મિક્સ કરવાનું રહેશે. હવે તમારે તેમાં ખાંડ ઉમેરવાની રહેશે.

આ પણ વાંચો: ડાયાબિટીસને કંટ્રોલ રાખવા માટે આ ઉપાય કરો ટ્રાય

ચોથું સ્ટેપ
જ્યારે ખાંડ ઓગળવા લાગે અને પછી ખીર ઘટ્ટ થવા લાગે ત્યારે તમારે તેમાં ઈલાયચી કે પછી જાયફળ નાંખવાનું રહેશે.

પાંચમું સ્ટેપ
હલવામાં તમારે બારીક સમારેલા ડ્રાયફ્રૂટ્સ ઉમેરીને થોડીવાર ધીમી આંચ પર પકાવો. આ પછી તૈયાર છે તમારો બદામનો હલવો.