December 5, 2024

કમરના દુખાવો દૂર કરવા મહિલા માટે આ રહ્યા ઘરેલું ઉપચાર

Back pain: આજકાલ મહિલાઓ કમરના દુખાવાથી સૌથી વધારે સમસ્યા હોય છે. 30-35 વર્ષની મહિલાઓને કમરના દુખાવાથી વધુ પીડાતી જોવા મળે છે. આજે અમે તમને પીઠના દુખાવાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે કેટલાક ઘરેલું ઉપાય જણાવીશું. જેના તમને દુખાવામાં તરત જ રાહત મળી જશે.

કમરના દુખાવા માટે ઘરેલું ઉપાય

કસરત કરો
જ્યારે કમરનો દુખાવો વધી જાય છે ત્યારે કસરત કરવી જોઈએ. કમરના દુખાવા માટે તમારે થોડી કસરત કરવી જોઈએ.

હીટિંગ પેડનો ઉપયોગ
કમરના દુખાવામાં રાહત મેળવવા માટે હીટિંગ પેડનો ઉપયોગ તમને કરી શકો છો. તમને તેનાથી તાત્કાલિક રાહત મળી જશે.

આ રીતે ઓશીકું વાપરો
પીઠના દુખાવાથી રાહત મેળવવા માટે ઓશીકાનો ઉપયોગ તમે કરી શકો છો. જે જગ્યાએ દુખાવો થતો ત્યાં તમે ઓશીકું મૂકીને સુઈ શકો છો. તેનાથી કમરના દુખાવામાં રાહત મળશે.

આ પણ વાંચો: જો તમે કોથમીરની ચટણી ખાઈને કંટાળી ગયા હોવ તો આ મસાલેદાર ચટણી કરો ટ્રાય

ગરમ પાણીથી સ્નાન કરો
જે લોકોને વારંવાર કમરનો દુખાવો અથવા સાંધાનો દુખાવો થતો હોય તેમણે ગરમ પાણીથી સ્નાન કરવું જોઈએ. ગરમ પાણી શરીરને શાંત કરી દે છે. ગરમ પાણી રક્ત પરિભ્રમણને સુધારે છે.

આઈસ પેક લગાવો
જો તમારે ગરમ વસ્તુ ન લગાવવી હોય તો તમે કોલ્ડ પેક એટલે કે આઈસ પેકનો ઉપયોગ કરી શકો છો. પીઠનો દુખાવો થાય ત્યારે આઈસ પેક લગાવીને તમે દુખાવો દૂર કરી શકો છો.