બાબા સાહેબની પ્રતિમા ખંડિત કરાતા દલિત સમાજમાં ભારે રોષ, ખોખરામાં આપ્યું બંધનું એલાન
Ahmedabad: અમદાવાદના ખોખરા વિસ્તારમાં બાબા સાહેબની પ્રતિમા પ્રતિમાં ખંડિત કરાતા દલિત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈને હવે દલિત સમાજ દ્વારા ખોખરા બંધ કરાવવામાં આવ્યું છે. ખોખરા બંધના એલાનમાં ન જોડાયેલી દુકાનો પણ બંધ કરાવવામાં આવ્યું છે. સ્થાનિકોએ હાથ જોડીને દુકાનદારો પાસે સમર્થન માગ્યું.
મળતી માહિતી અનુસાર ગત દિવસે ખોખરા વિસ્તારમાં બાબા સાબહેબની પ્રતિમાં ખંડિત કરવામાં આવી હતી. જે બાદ દલિત સમાજ દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેને લઈને ખોખરા સર્કલથી લઇને મુખ્ય માર્ગો પર દલિત સમાજ દ્વારા રેલી કાઢવામાં આવી હતી. તેમજ ખોખરા પણ બંધ કરાવવામાં આવ્યું હતું. આ સિવાય દલિત સમાજ દ્વારા માગ કરવામાં આવી છે કે, આરોપીઓને ઝડપી કાર્યવાહી કરવામાં આવે અને તેની સામે કાયદાકીય પગલાં લેવામાં આવે.
આ પણ વાંચો: ભરૂચમાં 35 વર્ષના નરાધમે 72 વર્ષના વૃદ્ધા પર આચર્યું દુષ્કર્મ, પોલીસે તપાસ હાથ ધરી