January 21, 2025

‘બોર્ડર 2’માં સની દેઓલ સાથે જોવા મળશે આયુષ્માન ખુરાના

અમદાવાદ: સની દેઓલની ગદર 2 રિલીઝ થઈ છે ત્યારથી લોકો બોર્ડર 2ની માંગ કરવા લાગ્યા. ગદર 2 એ બોક્સ ઓફિસ પર શાનદાર કલેક્શન કર્યું છે. આ ફિલ્મે ભારતમાં જ 500 કરોડથી વધુની કમાણી કરી હતી. ગદર 2 ની બ્લોકબસ્ટર હિટ પછી ચાહકો સની દેઓલની આગામી ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. હવે સની દેઓલ આઇકોનિક ફિલ્મ બોર્ડર 2ની સિક્વલ લઇને આવી રહ્યો છે. હવે બોર્ડર 2ને લઈને એક નવું અપડેટ સામે આવ્યું છે. આયુષ્માન ખુરાના બોર્ડર 2 માટે સની દેઓલ સાથે જોવા મળશે.

બોર્ડર 2 ની વાત કરીએ તો અનુરાગ સિંહ તેનું દિગ્દર્શન કરવા જઈ રહ્યા છે. રિપોર્ટ્સનું માનીએ તો આ ફિલ્મ છેલ્લા એક વર્ષથી લેખન તબક્કામાં હતી અને આખરે તેની સ્ક્રિપ્ટ તૈયાર થઈ ગઈ છે. સ્ક્રિપ્ટની સાથે સાથે ફિલ્મની કાસ્ટ પણ શરૂ કરી દેવામાં આવી છે. હવે આયુષ્માન ખુરાના પણ સની દેઓલ સાથે જોવા મળશે.

આ પણ વાંચો: સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી આપવા મામલે મોટો ખુલાસો, પાકિસ્તાન કનેક્શન ખૂલ્યું

શું પઠાણ તેનો રેકોર્ડ તોડશે?
રિપોર્ટ્સનું માનીએ તો બોર્ડર 2ની રિલીઝ ડેટ પણ નક્કી કરવામાં આવી છે. ‘બોર્ડર 2’ 2026માં પ્રજાસત્તાક દિવસના અવસર પર રિલીઝ થશે. બોર્ડર 2 એ પણ શાહરુખ ખાનના પઠાણનો રેકોર્ડ તોડવાનું નક્કી કર્યું છે. મહત્વનું છે કે, વર્ષ 2023 માં શાહરૂખ ખાને પઠાણ સાથે પુનરાગમન કર્યું અને આ ફિલ્મે શરૂઆતના દિવસે 55 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું. બોર્ડર 2 પણ આ જ તારીખે રિલીઝ થશે. આ જોઈને કહી શકાય કે સનીએ પઠાણનો રેકોર્ડ તોડવાનું મન બનાવી લીધું છે.

રિપોર્ટ્સનું માનીએ તો જેપી દત્તા અને ભૂષણ કુમારે બોર્ડર 2 માટે હાથ મિલાવ્યા છે. આ બંને સાથે મળીને ફિલ્મ પ્રોડ્યુસ કરશે. સની દેઓલ તેના આઇકોનિક પાત્ર કુલદીપ સિંહ ચંદુરીના રોલમાં જોવા મળશે. આયુષ્માનના પાત્ર વિશે હજુ સુધી માહિતી ઉપલબ્ધ નથી.