સુરતમાં આયુષ્માન કાર્ડમાં એપ્રુવલ નહીં મળતા લોકોને હાલાકી, કુમાર કાનાણીએ CMને લખ્યો પત્ર
Ayushman Card: સુરતમાં આયુષ્માન કાર્ડમાં એપ્રુવલ નહીં મળતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. વરાછાના MLA કુમાર કાનાણીએ CM ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. પત્ર લખી સમસ્યાના હલની માંગણી કરી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં પાણીપુરીમાંથી નિકળ્યો વંદો, વીડિયો થયો વાયરલ
અનેક ફરિયાદો આવી
કુમાર કાનાણીએ લેટરમાં લખ્યું કે કૌભાંડ કર્યું ખ્યાતિ હોસ્પિટલે અને ભોગવાનું આવ્યું સામાન્ય પ્રજાને. સંખ્યા બંધ ફરિયાદો આવી રહી હોવાની કુમાર કાનાણીએ લેટરમાં ઉલ્લેખ કર્યો છે. ઈમરજન્સી કેસમાં પણ અનેક લોકોના ઓપરેશન અટવાયા હોવાની ફરિયાદ કરવામાં આવી છે.