December 16, 2024

આયુર્વેદમાં અમૃત સમાન છે આ વનસ્પતિ, જાણી લો આ ફાયદા

Ayurvedic Plants: આયુર્વેદમાં ઘણા વૃક્ષો અને છોડનો ઉપયોગ દવાઓમાં કરવામાં આવે છે. આયુર્વેદમાં ઘણા વૃક્ષો એવા પણ જે ઘણી બધી બિમારીઓથી દૂર કરી શકાય છે. જાણો આવા 10 આયુર્વેદિક છોડ વિશે જે તમારા સ્વાસ્થ્યને લાભ આપે છે. આમાંથી ઘણા છોડ એવા પણ છે કે તે તમારા ઘરે પણ ઉગી શકે છે અને તમારા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.

એલોવેરા
એલોવેરા કબજિયાત માટે અસરકારક હોય છે. એલોવેરા જ્યુસ પીવાથી પાચનની સમસ્યામાંથી છૂટકારો મળી શકે છે. એલોવેરા તમારી ત્વચાની સાથે તમારા વાળને સુંદર બનાવવાનું કામે કરે છે.

લીમડો
લીમડાના છોડનો ઉપયોગ તમામ સમસ્યામાં કરવામાં આવે છે. તે પછી ત્વચાની હોય કે પેટ સંબધિત હોય. તમામ સમસ્યા માટે લીમડો ફાયદાકારક છે. મેલેરિયાને નિયંત્રિત કરવામાં લીમડો કારગત માનવામાં આવે છે. તેનો લોહી શુદ્ધ કરવા માટે કરવામાં આવે છે.

આ પણ વાંચો: ફ્રીઝ વગર ઘી બગડતું નથી પણ માખણ કેમ ફ્રીઝ વગર બગડે છે? જાણો કારણ

તુલસી
ઘરોમાં સરળતાથી તુલસી મળી રહે છે. માથાનો દુખાવો અને ઉધરસ અને શરદીમાં તુલસી ખૂબ જ ફાયદાકારક છે. અપચા માટે પણ તમને તુલસી અસરકારક સાબિત થાય છે. ઘણી બધી સમસ્યાને દૂર કરવા માટે તુલસીનો ઉપયોગ તમે કરી શકો છો.

પીપળ
જો ઘરની આસપાસ પીપળનું ઝાડ હોય તો તમને શ્વાસની તકલીફમાં રાહત ચોક્કસ મળે છે. આ સાથે પીપળના પાન ત્વચા માટે ફાયદાકારક અને ઘણી દવાઓમાં પીપળનો ઉપયોગ ગેસ અને કબજિયાત મટાડવામાં કરવામાં આવે છે.

અશ્વગંધા
અશ્વગંધાનો ઉપયોગ રોગપ્રતિકારક શક્તિને વધારવા માટે કરવામાં આવે છે. અશ્વગંધા તાણ-ચિંતાઓમાં અસરકારક રીતે કામ કરે છે, તે સ્નાયુ શક્તિ વધારે છે. આ સાથે ઘણી બધી સમસ્યાને દૂર કરવામાં તે કારગત છે.