રામ મંદિરના શિખરને 10 ફૂટ સુધી સોનાથી મઢવામાં આવશે, 15 માર્ચ સુધીમાં બાંધકામ પૂર્ણ કરવાની તૈયારી
Ayodhya Temple: રામ મંદિર નિર્માણ સમિતિની બેઠકના બીજા દિવસે શુક્રવારે નૃપેન્દ્ર મિશ્રા નિર્માણ કાર્યની સમીક્ષા કરશે. અગાઉ તેમણે જણાવ્યું હતું કે બાંધકામની પ્રગતિ સંતોષકારક છે. મજૂરોની સંખ્યા વધી છે પરંતુ કામના પ્રમાણમાં હજુ પણ મજૂરોની અછત છે.
પ્રથમ પ્રાથમિકતા મંદિરનું નિર્માણ પૂર્ણ કરવાની છે, જે 15 માર્ચ સુધીમાં પૂર્ણ થશે. આ સાથે સાત મંદિરોનું કામ પણ પૂર્ણ કરવામાં આવી રહ્યું છે. પાર્કનું ત્રણ ચતુર્થાંશ કામ માર્ચ સુધીમાં પૂર્ણ કરવાના પ્રયાસો હાથ ધરાયા છે.
તેમણે જણાવ્યું કે નીચલા પ્લીન્થમાં 500 ફૂટ લાંબુ આર્ટ વર્ક પૂર્ણ થયું છે. રામકથાની ઘટનાઓ આધારિત પથ્થરો પર કોતરવામાં આવી રહી છે. તીર્થ યાત્રી સુવિધા કેન્દ્ર, ફાયર સ્ટેશન અને વોટર પ્લાન્ટ વગેરે પ્રોજેક્ટ છે. જાન્યુઆરી સુધીમાં ટ્રસ્ટને સોંપી દેવાના પ્રયાસો હાથ ધરાયા છે. રામ મંદિરના શિખર ઉપર 10 ફૂટ સુધી સોનાથી મઢવામાં આવશે.