January 27, 2025

રામલલ્લાની આંખો કેવી રીતે બનાવી? યોગીરાજે કર્યો ખુલાસો

ayodhya ram mandir sculptor arun yogiraj x post about devine eyes of ram lalla

યોગીરાજે એક્સ પોસ્ટ કરીને હથોડી-છીણીની તસવીર શેર કરી હતી.

અયોધ્યાઃ રામ મંદિરના ઉદ્ઘાટન પછી રામલલ્લાના દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટી રહી છે. ત્યારે દરરોજ લાખો ભક્તો ભગવાન રામના દર્શન કરી રહ્યા છે. રામલલ્લાનું મનમોહક સ્વરૂપ લોકોનું આકર્ષી રહ્યું છે. ખાસ કરીને ભગવાન શ્રી રામની આંખો પર ભક્તોની નજર અટકી જાય છે. એવું લાગે છે કે જાણે તેમની આંખો કંઈક કહી રહી છે. રામલલ્લાની મૂર્તિ બનાવનારા મૂર્તિકાર અરૂણ યોગીરાજે એક તસવીર એક્સ પર મૂકી છે. તેમાં તેમણે ભગવાન રામની આંખો કેવી રીતે બનાવી છે તેની માહિતી આપી છે.

યોગીરાજે એક્સ પર પોસ્ટ કરી છે. તેમાં ચાંદીની હથોડી અને સોનાની છીણી છે. હથેળી પર ચાંદીની હથોડી દેખાઈ રહી છે. ત્યાં બાજુમાં સોનાની છીણી પર દેખાઈ રહી છે. યોગીરાજે લખ્યુ છે કે, આ ચાંદીની હથોડી અને સોનાની છીણીના ઉપયોગથી મેં રામલ્લાની દિવ્ય આંખો બનાવી છે.

અત્યાર સુધીમાં અંદાજે 50 હજારથી વધુ લોકોએ આ પોસ્ટ લાઇક કરી છે અને હજારો લોકોએ રિટ્વીટ કરી છે. અંદાજે 8 લાખ કરતાં વધુ લોકોએ આ પોસ્ટ જોઈ છે. ઉલ્લેખનીય છે કે, કાળા પથ્થરમાંથી ભગવાન શ્રી રામની મૂર્તિ બનાવવામાં આવી છે. આ મૂર્તિ 51 ઇંચની છે અને બાળ સ્વરૂપમાં કંડારવામાં આવી છે. ગત 22મી જાન્યુઆરીના દિવસે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને ત્યારબાદ રામભક્તો માટે ભગવાનના દર્શનના દ્વાર ખોલી નાંખવામાં આવ્યા છે. 23મી જાન્યુઆરીથી ભક્તો ભગવાનના દર્શન કરી રહ્યા છે.