December 19, 2024

ધોનીને સિક્સર ફટકારતા જોઈ આયશા ખાન ઉછળી પડી!

અમદાવાદ: ગઈ કાલે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં CSKની હાર થઈ હતી. આ મેચ ભલે CSK હારી ગયું હોય પરંતુ ધોનીએ પોતાની જોરદાર બેટિંગથી ક્રિકેટ ચાહકોના દિલ જીતી લીધા હતા. આ દરમિયાન આયેશા ખાન પણ મેચ જોવા પહોંચી હતી. ધોનની બેટિંગ જોઈને તે પણ દિવાની થઈ ગઈ હતી. આયેશા ખાનનો આ વીડિયો સોશિયલ મડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

તોફાની બેટિંગ

ગઈ કાલની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે એક શાનદાર આઈપીએલ મેચ યોજાઈ હતી. બિગ બોસ 17 ફેમ અભિનેત્રી આયેશા ખાન પણ મેચ જોવા સ્ટેડિયમ પહોંચી હતી. CSK અને DC વચ્ચેની મેચ જોવા માટે વિશાખાપટ્ટનમમાં યોજાઈ હતી. આયેશા ખાનનો એક વીડિયો સોશિયલ મડિયામાં વાયરલ થઈ રહ્યો છે. મહેન્દ્ર સિંહ ધોની મેદાનમાં પહોંચે છે અને તોફાની બેટિંગ કરે છે. આયેશા ખાને મનપસંદ ખેલાડીને ચીયર કર્યા હતા.

આ પણ વાંચો: DC vs CSK: રિષભ પંત સામે BCCIની મોટી કાર્યવાહી

ધોનીની તસવીરો શેર

આયેશા ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મહેન્દ્ર સિંહ ધોની સિક્સ-ફોર મારતાની સાથે જ આયેશા ખુશીથી કૂદી પડે છે. તેના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. આયેશાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર મેચ સાથે જોડાયેલા આ પ્રસંગને શેર કર્યો હતો. તેણે સ્ટોરીમાં મહેન્દ્ર સિંહ ધોનીની સાથેનો ફોટો શેર કર્યો હતો. વીડિયોમાં તેણી ક્રેઝી જોવા મળી રહી છે.