January 6, 2025

આ આદતથી ચોમાસામાં દૂર રહો નહીંતર બીમારીઓ ઘેરી લેશે!

Habits to Avoid During Monsoon: શું તમે પણ વારંવાર વરસાદની મોસમમાં વધારે બિમાર પડો છો? ચોમાસાની સીઝનમાં તાવ, શરદી અને પેટ સંબંધિત સમસ્યાઓનો શિકાર બને છે. જો તમે પણ આવી સમસ્યાનો શિકાર બની રહ્યા છો તો તમારે કેટલીક આદતો છોડી દેવી જોઈએ. કારણ કે તમારી આ આદતો તમને ખરાબ રીતે નુકસાન પહોંચાડી શકે છે.

સી ફૂડ ન ખાવું જોઈએ
ચોમાસા દરમિયાન સી ફૂડ ટાળવાની સલાહ ડોક્ટર આપતા હોય છે. વાસ્તવમાં વરસાદ દરમિયાન પાણી ગંદુ થઈ જાય છે જેના કારણે બેક્ટેરિયલ ઈન્ફેક્શનનો ખતરો વધી જાય છે. જો તમે પણ સી ફૂડ ખાવ છો તો તેને વરસાદની સિઝનમાં ખાવાનું ટાળો. જો તમે ખાશો તો તમને ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે, તેથી સાવચેત રહેવું જરૂરી છે.

IND vs SL: ભારત-શ્રીલંકા મેચમાં આવી હશે પીચ, જાણો કેવું રહેશે હવામાન.

ઠંડી વસ્તુઓથી દૂર રહો
વરસાદની મોસમમાં ઠંડી વસ્તુઓને ખાવાથી દૂર રહો. ઉનાળામાં ઠંડા ખાદ્યપદાર્થો ફાયદાકારક સાબિત થાય છે, પરંતુ ચોમાસામાં આવી ખાદ્ય વસ્તુઓ તમારા સ્વાસ્થ્યને નુકસાન કરી શકે છે. જો તમે જમવામાં દહીં લો છો વરસાદની સિઝનમાં તો તમે બિમાર પડી શકો છો. આવી આદતને સુધારી લો. વરસાદની સિઝનમાં લો. ઠંડીની અસરવાળી વસ્તુઓ શરદી અને ફ્લૂનું મુખ્ય કારણ બની શકે છે.

સ્ટ્રીટ ફૂડ ખાવાનું ટાળો
શું તમે પણ વરસાદની મોસમમાં સ્ટ્રીટ ફૂડ ખાવા છો? તો આજે જ ચેતી જવાની તમારે જરૂર છે. જો તમને પણ બહારના તળેલા ખોરાક ખાવાની આદત પડી ગઈ છે અને વરસાદની સિઝનમાં તમે બહાર ખાવ છો તો તમે બિમાર પડી શકો છો. વરસાદની સિઝનમાં તમારે ઘરનું ભોજન ખાવું જોઈએ. સ્ટ્રીટ ફૂડમાં સ્વચ્છતાનો અભાવ હોઈ શકે છે જેના કારણે તમારે પેટ સંબંધિત બીમારીઓનો સામનો કરવો પડી શકે છે.