February 23, 2025

વાહનોની ખરીદીમાં આ રાજ્ય બન્યું નંબર વન, કેન્દ્રશાસિત પ્રદેશો પણ રહી ગયા પાછળ

Automobile Sales In 2024: વાહનોની ખરીદીની બાબતમાં ભારતના એક રાજ્યે તમામને પાછળ છોડી દીધા છે. છત્તીસગઢે ઓટોમોબાઈલ ક્ષેત્રમાં 18.57% ની જોરદાર વૃદ્ધિ કરી છે. આ વર્ષના જાન્યુઆરીથી નવેમ્બર સુધીના કુલ 11 મહિનામાં રાજ્યમાં 6.69 લાખથી વધુ વાહનોનું વેચાણ થયું છે. છત્તીસગઢ માટે તે અભૂતપૂર્વ સિદ્ધિ કહી શકાય.

આ પણ વાંચો: કેવી રીતે સતાધારનો પાડો થયો પીર, જેને મારવા જતા કટરના કટકા થયેલા

વાહનોનું વેચાણ વધારવામાં સૌથી મોટી ભૂમિકા
છત્તીસગઢમાં સૌથી વધારે વાહનનું વેચાણ થયું છે. જેની પાછળનું કારણ કલ્યાણકારી યોજના હોવાનું જણાઈ રહ્યું છે. યોજનાઓ દ્વારા, વિવિધ લાભાર્થીઓને નાણાકીય સહાયમાં વધારો થયો છે. છત્તીસગઢ માટે આ મોટી સિદ્ધિ કહી શકાય. કારણ કે આ રાજ્યએ હારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ જેવા મોટા રાજ્યોને પણ પાછળ છોડી દીધા છે. મારુતિ સુઝુકી ગયા મહિને સૌથી વધારે વેચાણી હતી. 16,567 યુનિટ વેચાયા હતા.