January 23, 2025

આ વર્ષે લોન્ચ થવા જઈ રહી છે આ જોરદાર બાઇક્સ

જો તમે આ વર્ષે નવી બાઇક ખરીદવાનું વિચારી રહ્યા છો તો થોડો સમય રાહ જોઈ લેજો. કારણ કે આ વર્ષે એક બે નહીં, પરંતુ પુરે પુરી 5 નવી બાઇક્સ લોન્ચ થવા જઈ રહી છે. જેમાં રોયલ એન્ડફિલ્ડ, હિરો અને હોન્ડની બાઇકનો સમાવેશ થાય છે. તો તમારી પસંદગી મુજબ કોઈ પણ બાઇક ખરીદી શકો છો.

Honda NX500

Honda NX500 આ વર્ષે લોન્ચ થશે. આશા છે કે કંપની આ બાઇકને જુલાઈ 2024માં માર્કેટમાં લોન્ચ કરી શકે છે. તે Moto Morini X-Cape, Suzuki V-Strom 650 XT અને Honda XL750 સાથે સ્પર્ધા કરશે. કંપનીની આ બાઇક EICMA 2023માં રજૂ કરવામાં આવી હતી. આ બાઇકમાં અપગ્રેડેડ લુક, TFT ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ, ટ્રેક્શન કંટ્રોલ અને પાવરિંગ જેવા ફીચર્સ મળી શકે છે. તેમાં 471 cc ટ્વીન લિક્વિડ કૂલ્ડ એન્જિન હશે.

Hero MotoCorp

Hero MotoCorp 22 જાન્યુઆરીએ ભારતમાં તેની સૌથી પાવરફુલ બાઇક Hero 440cc લોન્ચ કરવા જઈ રહી છે. હીરોની આ બાઇક 440cc એન્જિનથી સજ્જ હશે. આ બાઇકના લોન્ચિંગ સાથે કંપની ભારતમાં મોટા એન્જિન બાઇકનું ઉત્પાદન કરતી કંપનીઓ સાથે જોડાશે. આ બાઇકને રેટ્રો-રોડસ્ટર ડિઝાઇનમાં રજૂ કરી શકાય છે. આ બાઇકની ડિઝાઈન તે જ હશે જેમાં Harley-Davidson X440 લોન્ચ કરવામાં આવી હતી. (તસવીરમાં દેખાતી બાઇક હાર્લી-ડેવિડસન 440x છે)

Aprila RS457

વર્ષ 2023 ના અંતમાં, Aprilia એ Aprila RS457 ભારતીય બજારમાં લોન્ચ કરી. તેની કિંમત 4 લાખ રૂપિયાથી વધુ છે. આ બાઇકનું નામ Aprilia Tuono 457 છે. માનવામાં આવી રહ્યું છે કે આ બાઇકની કિંમત Aprila RS457 કરતા ઓછી હશે. તે 457 cc લિક્વિડ-કૂલ્ડ, ટ્વિન-સિલિન્ડર એન્જિનમાંથી આવશે, જે RS 457 પર 47.6 bhp અને 43.5 Nm પીક ટોર્ક ઉત્પન્ન કરવા માટે ટ્યુન થયેલ છે. તેમાં ક્વિકશિફ્ટર, ટ્રેક્શન કંટ્રોલ, રાઇડ મોડ અને ડિજિટલ કન્સોલ મળશે.

KTM 390 Adventure

આ યાદીમાં છેલ્લી બાઇક KTM 390 એડવેન્ચર છે. આ બાઇક વર્ષના મધ્ય સુધીમાં લોન્ચ થઈ શકે છે. નવી બાઇક નવા કલર કોમ્બિનેશન સાથે આવી શકે છે. આ નવી બાઇકની અંદાજિત કિંમત 4 લાખ રૂપિયાની આસપાસ હોઈ શકે છે.

Royal Enfield Shotgun 650

કંપનીએ ગયા વર્ષે ગોવામાં આયોજિત Motoverse 2023 ઇવેન્ટમાં Royal Enfield Shotgun 650 ની ઝલક બતાવી હતી. ત્યારે કંપનીએ કહ્યું હતું કે શરૂઆતમાં આ બાઇક માત્ર 25 લોકોને જ આપવામાં આવશે. આ બાઇક આ વર્ષે સામાન્ય ગ્રાહકો માટે પણ ઉપલબ્ધ રહેશે. બાઇકમાં 648cc સમાંતર ટ્વિન સિલિન્ડર એન્જિન લગાવવામાં આવ્યું છે જે 47 bhpનો પાવર અને 52 Nmનો ટોર્ક જનરેટ કરે છે.