June 26, 2024

‘અમારો નેતા કેવો હોવો જોઈએ…’ વિરાટ કોહલીનો વીડિયો થયો વાયરલ

Virat Kohli: T20 વર્લ્ડ કપ 2024માં વિરાટ કોહલીની હાલ ચર્ચા થઈ રહી છે. કારણ કે અત્યાર સુધી રમાયેલી મેચમાં કોઈ કોહલી કંઈ ખાસ કરી શક્યો નથી. આ વચ્ચે વિરાટ કોહલીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

વીડિયો થયો વાયરલ
ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ 2024ના સુપર-8 માટે ક્વોલિફાય તો થઈ ગઈ છે. પરંતુ વિરાટ કોહલીની ખુબ ચર્ચા થઈ રહી છે. આ પહેલાની મેચ ભારતીય ટીમ અને અમેરિકા સામે હતી. જેમાં ભારતીય ટીમની જીત થઈ હતી. જેમાં વિરાટનું પ્રદર્શન ખુબ ખરાબ જોવા મળ્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સ્ટેડિયમમાં રહેલા પ્રશંસકો મેચ દરમિયાન કોહલી માટે નારા લગાવી રહ્યા છે.

આ પણ વાંચો: T20 World Cup 2024માં સુપર 8ની 7 ટીમો કન્ફર્મ, 8મા સ્થાન માટે આ ટીમો વચ્ચે મુકાબલો

નારા લગાવ્યા
વિરાટનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં જોવા મળી રહ્યું છે કે તે બાઉન્ડ્રી લાઇન પર ફિલ્ડિંગ કરતો જોવા મળી રહ્યો છે. આ સમયે કેટલાક ચાહકો જોરશોરથી નારા લગાવી રહ્યા હતા. નારામાં સંભળાઈ રહ્યું હતું કે આપણો નેતા કેવો હોવો જોઈએ વિરાટ જેવો હોવો જોઈએ. આ સાંભળીને વિરાટ કોહલી હસતો જોવા મળી રહ્યો છે. આ પ્રતિક્રિયા કેમેરામાં કેદ થઈ છે. આ ભારત અને અમેરિકા મેચનો વીડિયો છે.