ઈન્સ્ટાનો આવ્યો દશકો, FB ટિકટોકનું ટાય ટાય ફીસ!
અમદાવાદ: આજના સમયમાં મોટા ભાગના લોકો ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતા થયા છે. ત્યારે હવે ઇન્સ્ટાગ્રામે ફેસબુક, ટિકટોકનું ટાય ટાય ફીસ કરીને દુનિયાની નંબર વન એપ બની ગઈ છે. જે સમયે ટિકટોક ઇન્ડિયામાં બંધ કરવામાં આવ્યું ત્યારે કોઈને પણ ખબર ના હતી કે ઇન્સ્ટાગ્રામ પણ ટિકટોકથી સર્વશ્રેષ્ઠ બની આવશે.
ઈન્સ્ટાગ્રામને ફાયદો
કેવી રીતે બન્યું આટલું બધું લોકપ્રિય?
એક સમય એવો હતો કે ઈન્સ્ટાગ્રામ બહુ ઓછા લોકો યુઝ કરતા હતા. પરંતુ કોરોના પછી ટીકટોકને ભારતમાંથી બંધ કરી દેવામાં આવતા ઈન્સ્ટાગ્રામનો દસકો આવ્યો હતો. ધીમે ધીમે લોકો યુઝ કરતા થયા અને અત્યાર સૌથી વધારે કોઈ એપ યુઝ થતી હોય તો તે છે ઈન્સ્ટાગ્રામ. આજના યુવાનોનો ક્રેઝ એટલે ઈન્સ્ટાગ્રામ. જેમાં સૌથી વધારે ઈન્સ્ટાગ્રામ રીલ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ પ્લેટફોર્મ થકી તમે વીડિયો બનાવી પણ શકો છો અને તમે શેર પણ કરી શકો છો.
ટિકટોક આગળ
ઈન્સ્ટાગ્રામ ડાઉનલોડના મામલામાં દુનિયાની નંબર 1 એપ બની ગઈ છે. પરંતુ અહિંયા અમે એક વાતની સ્પષ્ટતા કરીએ છીએ કે અમૂક મામલામાં હજૂ પણ ટિકટોક આગળ છે જેમાં ટાઈમ સ્પેંટના મામલામાં હજુ પણ ટિકટોક મોખરે છે. એક માહિતી અનુસાર યુઝર્સ ટિકટોક પર સરેરાશ 95 મિનિટ વિતાવે છે અને ઈન્સ્ટાગ્રામ પર 62 મિનિટ સમય વિતાવે છે. જેના કારણે હજૂ પણ ટિકટોક આગળ છે.