December 24, 2024

નતાશાએ છૂટાછેડા બાદ કરી પહેલી પોસ્ટ, પ્રેમ વિશે કહી આ વાત

Hardik Natasha: નતાશા અને હાર્દિક પંડ્યાના છૂટાછેડાને એક મહિનાથી વધુ સમય થઈ ગયો હોવા છતાં બંનેની ચર્ચા હજૂ થઈ રહી છે. એક મહિનો થઈ ગયો હોવા છતાં હજૂ પણ બંનેએ તેમના છૂટાછેડાનું કારણ જાહેર કર્યું નથી. આ વચ્ચે સોશિયલ મીડિયા નતાશાએ એક પોસ્ટ શેર કરી છે. જેની ચર્ચા ફરી થઈ રહી છે.

હાર્દિક પંડ્યા માટે મુશ્કેલ
વર્ષ 2024 હાર્દિક પંડ્યા અને નતાશા માટે ખૂબ જ મુશ્કેલી સાથે પ્રસાર થયું હોય તેવું જોવા મળ્યું હતું. IPL 2024માં હાર્દિક પંડ્યા ખુબ જ ટ્રોલ થયો હતો. એટલો ટ્રોલ કરવામાં આવ્યો કે મેદાન વચ્ચે પણ તેના વિરુધ્ધમાં લોકો નારા લગાવવા લાગ્યા હતા. મેદાન વચ્ચે તો તેને લોકોનો સામનો કરવો પડ્યો પરંતુ એ પછી તેની અંગત જિંદગીમાં પણ તેને અચાનક મોટી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. લગ્નના માત્ર 4 વર્ષ બાદ નતાશા અને હાર્દિક પંડ્યા અચાનક છૂટાછેડાની જાહેરાત કરી હતી અને બધાને ચોંકાવી દીધા હતા. જો કે તેમના છૂટાછેડાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. આ દંપતીએ અત્યાર સુધી તેમના છૂટાછેડાના કારણ અંગે મૌન જાળવી રાખ્યું છે.

આ પણ વાંચો: હાર્દિક પંડ્યા વિરુદ્ધ થયું હતું ષડયંત્ર? ખૂલ્યું રહસ્ય

નતાશાએ ‘પ્રેમ’ પર એક પોસ્ટ શેર કરી
નતાશા સ્ટેનકોવિકે તેની ઇન્સ્ટા સ્ટોરી પર પ્રેમ વિશે એક રહસ્યમય પોસ્ટ શેર કરી છે, જેમાં અભિનેત્રીએ પ્રેમ વિશે વાત કરી છે. નતાશાએ પોતાની પોસ્ટમાં જણાવ્યું કે પ્રેમ શું છે. ચાલો તમને જણાવીએ. નતાશાની નવી પોસ્ટ નતાશા અને હાર્દિકના છૂટાછેડાના અહેવાલ પછી આવી છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ક્રિકેટર ‘પોતામાં ખૂબ જ વ્યસ્ત’ હોવાથી બંને અલગ થયા હતા.