December 19, 2024

T20 World Cup 2024 પહેલા મુશ્કેલીમાં મૂકાઈ ઓસ્ટ્રેલિયન ટીમ, જાણો કારણ

T20 World Cup 2024: આઈપીએલ 2024 પુર્ણ થઈ ગઈ છે. હવે તમામ ક્રિકેટ ચાહકોનું ધ્યાન T20 World Cup 2024 પર છે. T20 વર્લ્ડ કપ 2 જૂનથી શરૂ થવાની છે. આ પહેલા પ્રેક્ટિસ મેચની શરૂઆત કરવામાં આવશે. આજથી આ પ્રેક્ટિસ મેચની શરૂઆત કરાશે. હાલ તો ઓસ્ટ્રેલિયન ટીમ મુશ્કેલીઓમાં જોવા મળી રહી છે.

પ્રેક્ટિસ મેચ રમશે
ઓસ્ટ્રેલિયાની ટીમ 29મી મેના રોજ પ્રેક્ટિસ મેચ રમવાની છે. T20 વર્લ્ડ કપ અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાશે. જેના કારણે ક્રિકેટ ટીમો પણ એ તરફ જવા લાગી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ નામીબિયામાં તેની પ્રેક્ટિસ મેચ રમશે. પરંતુ મહત્વની વાત એ છે કે ટીમમાં પૂરા 11 ખેલાડીઓ નથી. એક માહિતી પ્રમાણે હાલમાં જે ટીમ અમેરિકામાં છે તે ટીમમાં હાલ 9 ખેલાડીઓ છે. કહેવામાં આવી રહ્યું છે કે બાકીના ખેલાડીઓ આગામી સમયમાં જશે. કારણ કે ઓસ્ટ્રેલિયાના કેટલાક ખેલાડીઓ 26 મે સુધી ભારતમાં IPL રમી રહ્યા હતા.

આ પણ વાંચો: IPL 2024 Final: આજે ચેન્નાઈમાં KKR અને SRH વચ્ચે મેદાન-એ-જંગ

પહેલો મુકાબલો
ઓસ્ટ્રેલિયન ટીમ ટી-20 વર્લ્ડ કપ 2024ની પોતાની પ્રથમ મેચ 5 જૂને રમશે. ત્યારે ઓસ્ટ્રેલિયન ટીમનો સામનો ઓમાન સામે થશે. IPLમાં જે ખેલાડીઓ રમી રહ્યા હતા તેને ક્રિકેટ બોર્ડ દ્વારા આરામ આપવામાં આવ્યો છે. જેનો મતલબ એ છે કે તે ખેલાડીઓ પ્રેક્ટિસ મેચમાં ભાગ લઈ શકશે નહીં. IPL ફાઇનલમાં ટ્રેવિસ હેડ, પેટ કમિન્સ,મિશેલ સ્ટાર્કમાં રમી રહ્યા હતા. કેમેરોન ગ્રીન અને ગ્લેન મેક્સવેલ એલિમિનેટર પછી બહાર થઈ ગયા છે. હાલમાં ખાલી 9 ખેલાડીઓ જ ઉપલબ્ધ છે.