December 27, 2024

કેનેડામાં ઓસ્ટ્રેલિયન ચેનલ પર વિદેશ મંત્રી જયશંકરની PC બતાવવા પર પ્રતિબંધ

Mea Spokesperson Randhir Jaiswal: કેનેડાની સરકારે ભારતીય વિદેશ મંત્રી જયશંકરની પ્રેસ કોન્ફરન્સ બતાવવા માટે ઓસ્ટ્રેલિયાની ટીવી ન્યૂઝ ચેનલ ‘ઓસ્ટ્રેલિયા ટુડે’ના સોશિયલ મીડિયા એકાઉન્ટના પેજને બ્લોક કરી દીધું છે. જેના પર ભારતીય વિદેશ મંત્રાલયે આકરી પ્રતિક્રિયા આપી છે અને કેનેડાને ફટકાર લગાવી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે અમને જાણવા મળ્યું છે કે કેનેડામાં એક મહત્વપૂર્ણ વિદેશી આઉટલેટ ઓસ્ટ્રેલિયન ચેનલનું સોશિયલ મીડિયા હેન્ડલ અને પેજ બ્લોક કરવામાં આવ્યું છે. આ ઘટનાએ અભિવ્યક્તિની સ્વતંત્રતા પ્રત્યે કેનેડાના દંભને છતી કરી દીધો છે.

ઓસ્ટ્રેલિયન ચેનલે જયશંકરનું પ્રેસ કોન્ફરન્સનું પ્રસારણ કર્યું હતું
કેનેડાએ આ કાર્યવાહી વિદેશ મંત્રી એસ જયશંકર અને ઓસ્ટ્રેલિયામાં તેમના સમકક્ષ પેની વોંગની સાક્ષા પ્રેસ કોન્ફરન્સના કલાકો બાદ કરી હતી. આ પીસીમાં જયશંકરે કેનેડા પર કોઈ પુરાવા વિના ભારત પર આરોપ લગાવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. ઓસ્ટ્રેલિયન ચેનલે કેનેડામાં આ પીસીનું પ્રસારણ કર્યું હતું.

વિદેશ મંત્રાલયે કેનેડાને ફટકાર લગાવી
રરણધીર જયસ્વાલે કહ્યું કે કેનેડાએ પેની વોંગ અને વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરની પત્રકાર પરિષદ પ્રસારિત થયાના થોડા કલાકો બાદ બંધ કરી દેવામાં આવી. અમને નવાઈ લાગી. આ અમને વિચિત્ર લાગ્યું. આ ફરી એકવાર અભિવ્યક્તિની સ્વતંત્રતા પ્રત્યે કેનેડાના દંભને છતી કરે છે. વિદેશ મંત્રીએ તેમના મીડિયા કાર્યક્રમોમાં ત્રણ બાબતો વિશે વાત કરી. પ્રથમ, કેનેડાએ કોઈ ચોક્કસ પુરાવા વિના આક્ષેપો કર્યા. બીજું, કેનેડામાં ભારતીય રાજદ્વારીઓની અસ્વીકાર્ય દેખરેખ. ત્રીજું, કેનેડામાં ભારત વિરોધી તત્વોને રાજકીય જગ્યા આપવી. આના પરથી તમે નિષ્કર્ષ લઈ શકો છો કે ઓસ્ટ્રેલિયા ટુડે ચેનલને કેનેડા દ્વારા કેમ બ્લોક કરવામાં આવી હતી.