T20 વર્લ્ડ કપ 2024 માટે ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમની જાહેરાત
Australia Women T20 World Cup 2024: બાંગ્લાદેશમાં મહિલા T20 વર્લ્ડ કપ 2024નું આયોજન થવાનું હતું, પરંતુ ત્યાંની રાજકીય પરિસ્થિતિને જોતા વર્લ્ડ કપનું આયોજન ત્યાં હવે કરવામાં આવશે નહીં અને ICCએ ફરીથી UAEમાં વર્લ્ડ કપનું આયોજન કરવાનું નક્કી કર્યું છે. એક પછી એક દેશની મહિલાની ટીમની જાહેરાત કરવામાં આવી રહી છે. હવે ઓસ્ટ્રેલિયન ટીમે ટી20 વર્લ્ડ કપ 2024 માટે પોતાની ટીમની જાહેરાત કરી છે.
Introducing our 2024 Women's @T20WorldCup squad 🇦🇺
Our @AusWomenCricket will take on New Zealand in a three-match T20I series in Mackay and Brisbane before travelling to the UAE to defend their World Cup crown 👊 pic.twitter.com/qJQVRXASA5
— Cricket Australia (@CricketAus) August 26, 2024
ટીમની સોંપી કમાણ
એલિસા હીલીને ટીમની કમાન સોંપવામાં આવી છે. તાહલિયા મેકગ્રાને વાઇસ કેપ્ટનની જવાબદારી મળી છે. ડાર્સી બ્રાઉનને પહેલા બાંગ્લાદેશ માટે પસંદ કરવામાં આવી હતી. જ્યારે તે પગની ઈજા સારી થઈ ગઈ છે ત્યારે તેને ઓસ્ટ્રેલિયન ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે જેસ જોનાસેનનું પ્રદર્શન સારું હોવા છતાં તેને T20 વર્લ્ડ કપની ટીમમાં જગ્યા મળી નથી.
આ પણ વાંચો: UP T20 લીગ 2024માં રિંકુ સિંહે સિક્સર ફટકારીને ટીમને અપાવી જીત
T20 વર્લ્ડ કપ 2024 માટે ઓસ્ટ્રેલિયન મહિલા ટીમ
કિમ ગાર્થ, ગ્રેસ હેરિસ, અલાના કિંગ, ફોબી લિચફિલ્ડ, સોફી મોલિનક્સ, બેથ મૂની, એલિસે પેરી, મેગન શુટ, એનાબેલ સુધરલેન્ડ, એલિસા હીલી (કેપ્ટન), તાહલિયા મેકગ્રા (વાઈસ-કેપ્ટન), ડાર્સી બ્રાઉન, એશ્લે ગાર્ડનર,જ્યોર્જિયા વેરહામ,તાયલા વાલમિનક