ઓસ્ટ્રેલિયા 49.3 ઓવરમાં 264 રન બનાવી ઓલઆઉટ, ભારતને સેમિફાઇનલ જીતવા માટે 265 રનનો ટાર્ગેટ

IND vs AUS સેમિફાઇનલ: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પહેલી સેમિફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજરોજ દુબઈ ખાતે રમાઈ રહી છે. જેમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 49.3 ઓવરમાં 264 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ છે. હાર્દિક પંડ્યાએ છેલ્લી વિકેટ લીધી. ભારતને ફાઇનલમાં પહોંચવા માટે 265 રનની જરૂર છે. શમીએ સૌથી વધુ 3 વિકેટ લીધી. જ્યારે વરુણ ચક્રવર્તી અને જાડેજાએ 2-2 વિકેટ મેળવી હતી. પંડ્યા અને અક્ષરને 1-1 વિકેટ મળી છે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પહેલી સેમિફાઇનલ મેચમાં ભારત ઓસ્ટ્રેલિયાનો સામનો કરશે. બંને ટીમો અત્યાર સુધી ટુર્નામેન્ટમાં એક પણ મેચ હાર્યા નથી. રોહિત શર્મા ફરી એકવાર ટોસ હારી ગયો છે. ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ભારતને 265 રનનો ટાર્ગેટ આપ્યો છે.