April 2, 2025

BCCIએ ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કર્યું, જુઓ મેચ ક્યારે રમાશે

AUS vs IND ODI T20 Series: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટીમ ઈન્ડિયાના ઓસ્ટ્રેલિયા પ્રવાસનું સંપૂર્ણ શેડ્યૂલની જાહેરાત કરી છે. ટીમ ઈન્ડિયા ઓક્ટોબર 2025માં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરશે. હાર્દિક પંડ્યાને કેપ્ટનશીપ કરી શકે છે. જોકે આ વિશે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.

આ પણ વાંચો: રિંકુ સિંહ મુંબઈના હોમ ગ્રાઉન્ડ મચાવશે ધૂમ, આ મોટા રેકોર્ડ બનાવી શકે છે

ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે
આજે BCCI એ X પર એક પોસ્ટ શેર કરીને આ વિશે માહિતી આપી છે. આ રહેશે પુરુષ ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલની વાત કરવામાં આવે છે. ટીમ ઈન્ડિયા 19, 23 અને 25 ઓક્ટોબરે વનડે સિરીઝ રમશે. T20 સિરીઝ 29 ઓક્ટોબરથી 8 નવેમ્બર સુધી રમાશે. સિરીઝની પહેલી મેચ પર્થમાં, બીજી મેચ એડિલેડમાં અને ત્રીજી મેચ સિડનીમાં રમાશે. મહિલા ટીમ ઈન્ડિયાના શેડ્યૂલની વાત કરવામાં આવે તો ભારતની મહિલા ટીમ આવતા વર્ષે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. તે 15 ફેબ્રુઆરી, 19 ફેબ્રુઆરી અને 21 ફેબ્રુઆરીએ T20 મેચ રમશે. આ પછી, 24 ફેબ્રુઆરી, 27 ફેબ્રુઆરી અને 1 માર્ચે ODI મેચ રમાશે. એકમાત્ર ટેસ્ટ મેચ 6 માર્ચથી રમાશે.