November 18, 2024

પાકિસ્તાનમાં પોલીસ પર હુમલો, બ્લાસ્ટમાં જવાન થયા શહીદ

પાકિસ્તાન: “જેવા બીજ વાવશો તેવા લણવા પડે”…આતંક ફેલાવનાર પાકિસ્તાનમાં જ હવે આતંકી માહોલ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનમાં હવે પોલીસ પણ સુરક્ષિત નથી. દેશ-વિદેશમાં આતંક ફેલાવનાર પાકિસ્તાન હવે પોતાના જ લોકોથી લાચાર થઈ ગયું છે. કહેવાય છે ને જેવા કર્મ કરો છો તેવું ભોગવું તો પડે જ છે. પાકિસ્તાને આતંક ફેલાવવામાં કોઈ કમી રાખી નથી. હવે તેના જ લોકો તેના પર જ ભારી પડી રહ્યા છે. પાકિસ્તાનમાં કોઈ બનાવ બને છે તે પછી તે બીજા દેશ પર આરોપ લગાવે છે. પરંતુ તે કયારે પણ નહીં સ્વીકારે કે તેના લોકો તેના જ દેશને ખતમ કરી રહ્યા છે. આજે સવારે પાકિસ્તાનના બાજૌરમાં પોલિયો ટીમની સુરક્ષા માટે તૈનાત 5 પોલીસકર્મીઓના મોત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ મોતના આંકડામાં વધારો થઈ શકે છે. પોલીસકર્મીઓના મોત અને 22થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.

ઈમરજન્સી જાહેર
સોમવારે તારીખ 08-01-2024ના પાકિસ્તાનના બાજૌર જિલ્લાના મામુંદ તાલુકામાં પોલીસ પોલિયો રસીકરણ ટીમોને સુરક્ષા આપવા ગઈ હતી. આ સમયે બોમ્બ વિસ્ફોટ થતા સુરક્ષામાં તૈનાત 5 પોલીસ અધિકારીઓ શહીદ અને 22 પોલીસ ઘાયલ થયા છે. પાકિસ્તાન પોલીસે આપેલી માહિતી અનુસાર હજુ પણ મોતના આંકડામાં વધારો થઈ શકે છે. આ સાથે તેમણે વધુમાં કહ્યું કે મૃતકો અને ઘાયલોને ખાર હોસ્પિટલમાં સારવાર માટે મોકલી દેવામાં આવ્યા છે. આ સાથે આ વિસ્તારમાં ઈમરજન્સીની જાહેરાત કરી દેવાઈ છે. પોલીસ અધિકારીઓની સારવાર માટે પીડિતોની સારવાર માટે હોસ્પિટલ દ્વારા રક્તદાનની માંગ કરાઈ છે. આ બલાસ્ટમાં જેટલા પણ મોત થયા તમામ પોલીસકર્મીઓ હતા.

મોતની કરી નિંદા
પોલિયો વિરોધી ટીમની સુરક્ષા માટે તૈનાત પોલીસ અધિકારીઓ પરના હુમલાની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) સેનેટર શેરી રહેમાને નિંદા કરી હતી. તેમણે વધુમાં કહ્યું કે પોલીયો વિરોધી ટીમોની સુરક્ષા પર હુમલો કોઈપણ સંજોગોમાં સહન ના કરવો જોઈએ. જેનું સીધું કનેક્શન આપણા બાળકોના સ્વાસ્થ્ય સાથે છે. આ ઘટનામાં સંડોવાયેલા આતંકવાદીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને કડક સજા આપવામાં આવે. તેમણે પીડિત પરિવારો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી હતી.

આતંકી હુમલામાં વધારો
પાકિસ્તાનમાં આતંકી હુમલામાં વધારો થતો હોય તેવું જોઈ શકાય છે. પાકિસ્તાની તાલિબાન તરીકે ઓળખાતા TTP સંગઠને અનેક આત્મઘાતી હુમલા કરીને પાકિસ્તાનમાં આતંકનું વાતાવરણ ખરાબ કરી દીધું છે. આતંક વધવાના કારણે પાકિસ્તાને આ મામલે ઘણી વખત અફઘાન સરકારને જવાબદાર ઠેરવી છે. તો બીજી બાજુ તાલિબાન સરકારે પાકિસ્તાનના આ આરોપોને નકારી કાઢ્યા છે.

આ પણ વાચો: બાંગ્લાદેશમાં બદમાશોએ ચૂંટણીના બે ‘ દિ પૂર્વે ટ્રેનને આગચંપી કરી