હોળી-ધુળેટીના પર્વને લઈને કોર્પોરેશનનો મોટો નિર્ણય, ધુળેટીના દિવસે અટલ બ્રિજ અને રિવરફ્રન્ટ ગાર્ડન રહેશે બંધ

Ahmedabad: દેશભરમાં ધામધૂમ પૂર્વક હોળી-ધુળેટીની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આ વચ્ચે હવે અમદાવાદમાં આવેલા અટલ બ્રિજ અને રિવરફ્રન્ટ ગાર્ડનને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશને મોટો નિર્ણ લીધો છે. ધુળેટીના દિવસે અટલ બ્રિજ અને રીવરફ્રન્ટ ગાર્ડન બંધ રેહશે.
મળતી માહિતી અનુસાર ગાર્ડન અને બ્રિજ કલરને લઈને ખરાબ ન કરે તે માટે કોર્પોરેશને મોટો નિર્ણય લીધો છે. ધુળેટીના દિવસે અટલ બ્રિજ સાંજે પાંચ વાગે સુધી બંધ રહેશે. તો રિવરફ્રન્ટ ગાર્ડન બે દિવસ સાંજે પાંચ સુધી બંધ રહેશે.
આ પણ વાંચો: સુનિતા વિલિયમ્સની વાપસી ટળી… છેલ્લી ઘડીએ રોકવી પડી SpaceX ના Crew-10ની લોન્ચિંગ