November 5, 2024

વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે 5000 વાનગીઓનો અન્નકૂટ ધરાવાયો

યોગીન દરજી, ખેડા: નવા વર્ષના પર્વની સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ એવા વડતાલમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી. શ્રી હરિકૃષ્ણ મહારાજ અને લક્ષ્મીનારાયણ દેવને 5000 વાનગીઓનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો. આ અન્નકૂટમાં ફળ, શાકભાજી, વિવિધ પ્રકારના જ્યુસ થી લઈ તમામ પ્રકારની સામગ્રી અન્નકૂટમાં ધરાવવામાં આવી હતી. 5000 સામગ્રીનું કુલ વજન 50,000 kg જેટલું થયું હતું.

મંદિર પ્રશાસનના જણાવ્યા મુજબ 2500 જેટલા સેવાભાવી ભક્તો દ્વારા છેલ્લા 15 દિવસથી આ અન્નપુટ માટેની તૈયારીઓ ચાલી રહી હતી.

10 સંતોના માર્ગદર્શન હેઠળ આ અન્નકૂટ સજાવવામાં આવ્યો હતો. જેના દર્શન કરવા માટે આજે નવા વર્ષના દિવસે રાજ્ય ભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ આવી રહ્યા છે.

વહેલી સવારથી જ યાત્રાધામ વડતાલમાં દિવ્ય માહોલ સર્જાયો છે. વડતાલ મંદિરના નિર્માણને 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોય આગામી 7 તારીખથી દ્રિસતાબદી મહોત્સવની ઉજવણી થનાર છે. જેના ભાગરૂપે આજથી વડતાલમાં વિવિધ કાર્યક્રમો ની શરૂઆત થઈ છે.