Vadodara: હોસ્પિટલમાં પાણી ઘૂસ્યા, નવજાતને આવી રીતે SSG હોસ્પિટલ લઇ જવાયા

દર્શન ચૌધરી, વડોદરા: વડોદરા શહેરમાં બુધવારે અવિરત વરસેલા વરસાદને કારણે ઠેરઠેર પાણી ભરાયા હતા. ભારે વરસાદને કારણે એક ખાનગી હોસ્પિટલમાં પણ ઘૂસી જતાં ત્યાં પ્રસુતિ કરાવવામાં આવેલા એક બાળકને ઢાંકીને ચાલતા ચાલતા SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું.
Video Player
00:00
00:00
આર.વી. દેસાઇ રોડ ઉપર આવેલી દયા માધવ હોસ્પિટલમાં પાણી ભરાઇ ગયા હતા. ત્યાં એક મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. એમને સતત તબીબી નિરીક્ષણમાં રાખવાની જરૂરિયાત હતી. આવા સમયે આ પ્રસુતિ ગૃહના તબીબે 108ની મદદ લીધી હતી. એમ્બ્યુલન્સ છેક સુધી જઇ શકે એમ નહોતી. એટલે, સ્ટાફ અને પરિવારે બાળક પલળે નહીં એ રીતે ઢાંકી 108 સુધી લાવ્યા હતા અને ત્યાંથી તેને એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું.