December 29, 2024

આસામ ગેંગરેપના આરોપીના મૃતદેહને ગામના કબ્રસ્તાનમાં નહિ મળે જગ્યા

આસામ ગેંગરેપ: આસામમાં એક સગીર બાળકી પર દુષ્કર્મનો મુખ્ય આરોપી તફજુલ ઈસ્લામ શનિવારે સવારે પોલીસ કસ્ટડીમાંથી કથિત રીતે ફરાર થઈ ગયો હતો અને નાગાંવ જિલ્લાના ધીંગ ખાતે એક તળાવમાં કૂદી ગયો. જેને કારણે તેનું મોત થયું. પોલીસે જણાવ્યું કે આરોપીની શુક્રવારે ધરપકડ કરવામાં આવી હતી અને ‘ક્રાઈમ સીન’ની તપાસ માટે તેને સવારે 3.30 વાગ્યે અપરાધના સ્થળે લઈ જવામાં આવ્યો હતો.

પોલીસે વધુમાં જણાવ્યું, “આરોપી તફજુલ ઈસ્લામ પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ ગયો અને તળાવમાં કૂદી ગયો. તાત્કાલિક સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને લગભગ બે કલાક બાદ તેનો મૃતદેહ મળી આવ્યો હતો.” આ દરમિયાન, આરોપીના પૈતૃક ઘર એવા બોરભેટીના ગ્રામજનોએ તેના અંતિમ સંસ્કાર (જનાજા)માં સામેલ ન થવાનો નિર્ણય લીધો છે અને તેને ગામના કબ્રસ્તાનમાં દફનાવવાની મંજૂરી નહિ આપવાનો નિર્ણય લીધો છે. પણ નથી આપી.

સ્થાનિકોનો મોટો નિર્ણય
સ્થાનિક રહેવાસી સકલૈને જણાવ્યું, ‘અમે નક્કી કર્યું છે કે અમે આ ગુનેગારના અંતિમ સંસ્કાર (જનાજા)માં ભાગ નહિ લઈએ. અમે તેના પરિવારનો પણ સામાજિક બહિષ્કાર કર્યો છે. અમે ગુનેગારો સાથે નથી રહી શકીએ નહીં.’

કબ્રસ્તાનમાં પણ આરોપીને નહિ મળે જગ્યા
અન્ય એક સ્થાનિક અસદુદ્દીન અહેમદે કહ્યું, ‘આરોપીની કરતૂતથી અમારું માથું શરમથી ઝૂકી ગયું છે. જ્યારે અમને ખબર પડી કે આરોપીનું મોત થયું છે ત્યારે અમે નક્કી કર્યું છે કે તેના મૃતદેહને અમારા કબ્રસ્તાનમાં જગ્યા નહીં આપવામાં આવે. એટલું જ નહિ તેના જનાજામાં પણ અમે લોકો સામેલ નહિ થઈએ.

તળાવમાં ઝંપલાવી ગયો હતો આરોપી
નાગાંવના પોલીસ અધિક્ષક (SP) સ્વપ્નિલ ડેકાએ જણાવ્યું હતું કે આરોપીએ એક પોલીસકર્મી પર હુમલો કરી પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ ગયો અને તળાવમાં કૂદી પડ્યો. તેમણે કહ્યું કે તરત જ SDRFને જાણ કરવામાં આવી હતી, સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને લગભગ બે કલાક પછી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. એસપીએ કહ્યું કે પોલીસકર્મી પણ ઘાયલ થયો છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અન્ય બે આરોપીઓ હજુ ફરાર છે અને શુક્રવારે રાત્રે અનેક જગ્યાએ દરોડા પાડીને તેની શોધખોળ ચાલુ છે.

ટ્યુશનથી ઘરે પરત ફરી રહેલી સગીરા સાથે દુષ્કર્મ
જણાવી દઈએ કે ધીંગમાં ગુરુવારે સાંજે 3 શખ્સોએ 14 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો. સગીરા તે સમયે ટ્યુશનમાં ભણીને ઘરે પરત ફરી રહી હતી. આરોપીઓ પીડિતાને ઇજાગ્રસ્ત હાલતમાં રસ્તાની બાજુમાં આવેલા તળાવ પાસે છોડીને ભાગી ગયા હતા. બાદમાં સ્થાનિક લોકોએ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી.