December 22, 2024

IPL 2024ના સૌથી સસ્તા ખેલાડીએ મોટું સપનું સાકાર કર્યું

IPL 2024: આ વખતની સિઝનમાં ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. પરંતુ આ તમામ ખેલાડીઓ વચ્ચે સૌથી સસ્તો ખેલાડી છે. પરંતુ પોતાના જોરદાર પ્રદર્શનથી પોતાની અલગ છાપ પાડી રહ્યો છે.

પ્રશંસા જીતવાનો માર્ગ
IPL 2024નો સૌથી સસ્તો ખેલાડી છે અને તેની કિંમત માત્ર 20 લાખ રૂપિયા છે. પરંતુ મેચમાં તેનું અદભૂત પ્રદર્શન જોવા મળી રહ્યું છે. તે જે કરી રહ્યો છે તે જોઈને બીજા ખેલાડીઓને પણ પરસેવો છૂટી ગયો છે. અમે જેની વાત કરી રહ્યા છીએ તે છે જાબ કિંગ્સનો આશુતોષ શર્મા. 25 વર્ષના આશુતોષે આ સિઝનમાં IPL 2024 માં ડેબ્યૂ કર્યું છે. પરંતુ, અત્યાર સુધી રમાયેલી 4 ઇનિંગ્સમાં તેને રમતા જોઈને એક વાર પણ એવું નથી લાગ્યું કે તે આ લીગમાં નવો છે. તેને રમતા જોઈને ખેલાડીઓ પણ ચોકી ગયા છે.

આ પણ વાંચો: હાર્દિક પંડ્યાનો વીડિયો થયો વાયરલ, ખેલાડી સાથે કર્યું આવું

જોરદાર પ્રદર્શન બતાવવાનું શરૂ
ગુજરાત ટાઇટન્સ સામે રમાયેલી પ્રથમ મેચથી જ જોરદાર પ્રદર્શન બતાવવાનું શરૂ કર્યું હતું. આ મેચમાં તેણે માત્ર 17 બોલમાં ઝડપી 31 રન બનાવ્યા હતા. તે બાદ હૈદરાબાદ સામે માત્ર 15 બોલમાં 33 રન બનાવ્યા હતા. ત્રીજી મેચમાં આશુતોષે રાજસ્થાનની સામે તોફાની બેટિંગ કરી હતી. ખાલી 16 બોલમાં તેણે 31 રન બનાવ્યા હતા. ગઈ કાલની મેચમાં તેણે પોતાનું સૌથી જોરદાર પ્રદર્શન કર્યું હતું. જેમાં તેણે 28 બોલમાં 7 સિક્સ ફટકારી અને 61 રન બનાવ્યા હતા.

મોટું સપનું પૂરું કર્યું
મુંબઈ સામે રમાઈ રહેલી મેચમાં તેણે આઈપીએલ કારકિર્દીની પહેલી સદી ફટકારી હતી. મેચમાં ભલે હારવાનો વારો આવ્યો પરંતુ મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચ દરમિયાન પોતાનું સૌથી મોટું સપનું પૂરું કર્યું છે. જસપ્રીત બુમરાહ જેવા વિશ્વના ટોચના બોલર સામે જ્યારે તેનું સ્વપ્ન સાકાર થયું ત્યારે તે ખૂબ જ ખુશ થયો હતો. જે જોઈ પણ શકાતું હતું.