અમરેલી લેટરકાંડમાં આરોપી અશોક માંગરોળીયાને સરપંચ પદેથી કરાયા સસ્પેન્ડ

Amreli: અમરેલીમાં લેટરકાંડમાં પાયલ ગોટીના સરઘસ બાદ રાજ્યભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેને લઈને ગુજરાતનું રાજકારણ પણ ગરમાયું છે. આ વચ્ચે હવે લેટરકાંડ મુદ્દે ત્રીજા નંબરનો આરોપી અશોક માંગરોળીયાને સરપંચ પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આરોપી અશોક માંગરોળીયા જસવંતગઢ ગ્રામ પંચાયતના સરપંચ હતા.

મળતી માહિતી અનુસાર અમરેલી લેટરકાંડના મુદ્દાએ રાજ્યભરમાં ચકચાર મચાવી દીધી છે. પાયલ ગોટીના સરઘસ બાદ રાજકીય નેતાઓ અને આગેવાનો દ્વારા ન્યાયની માગ કરવામાં આવી રહી છે. ત્યારે આ વચ્ચે લેટરકાંડમાં સામેલ આરોપી અશોક માંગરોળીયાની સરંપદ પદેથી સસ્પેન્ડ કરી દેવાયો છે. ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ (59) હેઠળ હોદાપરથી દુર કરવા હુકમ કરાયો છે. અશોક માંગરોળીયા ઉપરના કેસમાં દોષમુક્ત ન થાય ત્યાં સુધી હોદ્દા પરથી મોકૂફ કર્યો. આ સિવાય અમરેલી જિલ્લા વિકાસ અધિકારી પરીમલ પંડ્યા દ્વારા આરોપી સરપંચ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: રાજકોટ SOG પોલીસને મળી સફળતા, 18 લાખની કિંમતના ડ્રગ્સ સાથે બે લોકોને દબોચ્યા