December 19, 2024

Shark Tank India 3: અશ્નીર ગ્રોવરે અનુપમ મિત્તલને આપ્યો વળતો જવાબ

અમદાવાદ: શાર્ક ટેન્ક ઈન્ડિયા લોકોનો લોકપ્રિય શો થઈ ગયો છે. આ શોની સાથે તેમા આવતા શાર્ક પણ એટલા જ ફેમસ થઈ ગયા છે. પહેલા કોઈ ચર્ચા થતી તો તે શોના સ્ટેજ પર થતી હતી. હવે તે ચર્ચા બહાર પણ થવા લાગી છે. શાર્ક ટેન્ક ઈન્ડિયાના હાલમાં ચાલી રહેલા એપિસોડમાં અશ્નીરને ટોણો મારવામાં આવે છે. જેનો જવાબ અશ્નીર ગ્રોવર સોશિયલ મીડિયા થકી આપ્યો છે.

અનુપમ મિત્તલને આપ્યો જવાબ
શાર્ક ટેન્ક ઇન્ડિયા’ના ભૂતપૂર્વ શાર્ક અશ્નીર ગ્રોવરે તાજેતરમાં તેના સાથી શાર્ક દ્વારા તેના પર કરવામાં આવેલી ટિપ્પણીઓનો જવાબ આપ્યો છે. અશ્નીરે એક કોલેજ ફેસ્ટિવલમાં ગેસ્ટ તરીકે ગયા હતા. આ દરમિયાન તેમણે તેમના વિશે થયેલ ટિપ્પણીનો જવાબ આપ્યો હતો. થોડા દિવસો પહેલા અનુપમ મિત્તલે અશ્નીર ગ્રોવર પર ટિપ્પણી કરી હતી. જેમાં તેણે કહ્યું કે જે લોકોને ગુસ્સો આવી રહ્યો છે તે લોકો અહીંથી ત્યાં જતા રહો.

અશ્નીર આવું કહ્યું…
શેર કરેલા વિડિયોમાં અશ્નીર કહેતો જોવા મળી રહ્યો છે કે મિત્તલ સાહેબની ઉંમર થઈ ગઈ છે. વધુમાં કહ્યું કે મિત્તલ સાહેબે કહ્યું તે સાચું છે. આ સિઝનમાં બધા ઠંડા જોવા મળી રહ્યા છે. જેના કારણે આ વખતની સિઝનની ટીઆરપી જૂઓ અને ગયા વખતની ટીઆરપી જૂઓ તમને આપો આપ ખબર પડી શકે. કે જે વ્યક્તિ ગુસ્સે થતો હતો તેના કારણે આ ટીઆરપી આવી રહી હતી અને હવે જોઈ લ્યો કે હવે હું નથી તો ટીઆરપી કેટલી ડાઉન થઈ ગઈ છે.