January 2, 2025

સંરક્ષણ મંત્રીએ US સહિત ત્રણ દેશોના સમકક્ષો સાથે મુલાકાત કરી, સહકાર વધારવા પર ચર્ચા કરી

Defence Ministers Meeting: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે તેમના દક્ષિણ કોરિયાના સમકક્ષ કિમ યોંગ હુન, અમેરિકન સમકક્ષ લોયડ જે. ઑસ્ટિન-III અને તેના ન્યુઝીલેન્ડ સમકક્ષ જુડિથ કોલિન્સ સાથે મુલાકાત કરી.

આ બેઠક દરમિયાન સંરક્ષણ પ્રધાન સિંહે તેમના દક્ષિણ કોરિયાના સમકક્ષ સાથે સંરક્ષણ સહયોગને મજબૂત કરવા પર ચર્ચા કરી હતી. આ પછી તેમણે અમેરિકી રક્ષા મંત્રી સાથે પણ બેઠક યોજી હતી, જેમાં બંને દેશો વચ્ચે સંરક્ષણ ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે ચર્ચા કરવામાં આવી હતી. આ સિવાય બેઠકમાં રાજંતા સિંહે ન્યૂઝીલેન્ડના સંરક્ષણ મંત્રી કોલિન્સ સાથે સંરક્ષણ સહયોગને મજબૂત કરવા પર પણ ચર્ચા કરી હતી. બંને નેતાઓએ સંરક્ષણ સંબંધોને વધુ સુધારવા માટે ચર્ચા કરી હતી.