અરવિંદ કેજરીવાલે મુખ્ય ચૂંટણી કમિશનરને લખ્યો પત્ર, જાણો કઈ 4 મોટી માંગણી કરી?
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલે મુખ્ય ચૂંટણી કમિશનરને પત્ર લખ્યો છે. જેમાં કેજરીવાલે આમ આદમી પાર્ટીના કાર્યકરો પર અનેક હુમલાઓનો ઉલ્લેખ કર્યો છે. જે બાદ કેજરીવાલે મુખ્ય ચૂંટણી કમિશનર સમક્ષ પત્રમાં ઘણી માંગણીઓ કરી છે.
કેજરીવાલે શું કરી પત્રમાં માંગણી
- હુમલો કરનારા ભાજપના કાર્યકરોની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે
- નવી દિલ્હી વિધાનસભામાં સ્વતંત્ર ચૂંટણી નિરીક્ષકોની નિમણૂક કરવી જોઈએ
- આવી ઘટનાઓ માટે જવાબદાર પોલીસકર્મીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ.
- ચૂંટણી પંચે AAP સ્વયંસેવકોની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ
આ પણ વાંચો: આ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો કેવું રહેશે ગુજરાતનું હવામાન?
સુરક્ષાની માંગ કરી
દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. આ પહેલા અરવિંદ કેજરીવાલે ચૂંટણી કમિશનરને પત્ર લખ્યો છે. અરવિંદ કેજરીવાલે ચૂંટણી કમિશનર સમક્ષ AAP કાર્યકર્તાઓ અને નેતાઓની સુરક્ષાની માંગ કરી છે. તેની સાથે આ પત્રમાં ભાજપના કાર્યકરોની ધરપકડ કરવાની પણ માંગ કરી છે. રિથાલા વિધાનસભા ક્ષેત્રમાં પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર પર હુમલો થયો હતો. આ બાદ આમ આદમી પાર્ટી તરફથી કહેવામાં આવી રહ્યું હતું કે આ હુમલો ભાજપના નેતાઓ તરફથી કરવામાં આવ્યો છે.