December 28, 2024

અરવિંદ કેજરીવાલ EDની પૂછપરછમાં નહીં રહે હાજર

દિલ્હી: અરવિંદ કેજરીવાલ આજે પણ પૂછપરછમાં સામેલ થવા માટે ED ઓફિસ જશે નહીં. આ વિશે આમ આદમી પાર્ટીનું કહેવું છે કે આ મામલો હવે કોર્ટનો છે. આગામી સુનાવણી 16 માર્ચે છે. પાર્ટીનું કહેવું છે કે રોજ સમન્સ મોકલવાને બદલે EDએ કોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ.

કેજરીવાલને સમન્સ મોકલ્યું હતું
આ પહેલા ઈડીએ 22 ફેબ્રુઆરીએ અરવિંદ કેજરીવાલને સાતમું સમન્સ મોકલ્યું હતું. પરંતુ ત્યારે પણ કેજરીવાલ હાજર રહ્યા ના હતા. સૌરભ ભારદ્વાજે આ સમયે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે કહ્યું કે કોંગ્રેસ અને AAP વચ્ચે સીટ વહેંચણીની વાતચીતને અંતિમ વાત ચાલી રહી હતી ત્યારે જે EDએ કેજરીવાલને પોલિસી સંબંધિત મામલામાં સાતમું સમન્સ મોકલ્યું હતું.

ઇડીએ અરવિંદ કેજરીવાલને ક્યારે મોકલ્યું સમન્સ?
EDએ 2 નવેમ્બર 2023ના રોજ કેજરીવાલને પહેલું સમન્સ મોકલ્યું હતું. આ સમન્સ પર તે હાજર થયા ન હતા. EDએ 21 ડિસેમ્બર 2023ના રોજ બીજું સમન્સ મોકલ્યું હતું, જેમાં પણ દિલ્હીના સીએમ હાજર થયા ન હતા. 3 જાન્યુઆરી, 2024ના રોજ ED દ્વારા અરવિંદ કેજરીવાલને ત્રીજું સમન્સ મોકલવામાં આવ્યું હતું, પરંતુ તેઓ હાજર થયા ન હતા. 17 જાન્યુઆરી, 2024 ના રોજ, EDએ ચોથું સમન્સ મોકલ્યું, પરંતુ કેજરીવાલ ફરી એકવાર ગેરહાજર રહ્યા હતા. 2 ફેબ્રુઆરી, 2024ના રોજ, EDએ પાંચમું સમન્સ મોકલ્યું, પરંતુ કેજરીવાલ હાજર થયા ન હતા. 14 ફેબ્રુઆરીએ છઠ્ઠું સમન્સ મોકલ્યા પછી, EDએ 19 ફેબ્રુઆરીએ બોલાવ્યા હતા, પરંતુ કેજરીવાલ ફરીથી હાજર થયા નહીં. ED દ્વારા સતત સમન્સ જારી કરવામાં આવ્યા બાદ આમ આદમી પાર્ટીએ દાવો કર્યો હતો કે આ તમામ પ્રક્રિયા અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવા માટે કરવામાં આવી રહી છે. ED તેને પૂછપરછના બહાને બોલાવીને તેની ધરપકડ કરવા માંગે છે. બીજી બાજુ AAPનું કહેવું છે કે જો ED પૂછપરછ કરવા માંગે છે, તો તે તેના પ્રશ્નો લખીને કેજરીવાલને આપી શકે છે.

EDના સમન્સ ગેરકાદેસર: કેજરીવાલ
EDને મોકલવામાં આવેલા પત્રમાં કેજરીવાલે કહ્યું હતું કે તેઓ દરેક કાયદાકીય સમન્સ સ્વીકારવા તૈયાર છે, પરંતુ આ ED સમન્સ પણ અગાઉના સમન્સની જેમ ગેરકાયદેસર છે. તેણે તેને રાજકીય રીતે પ્રેરિત ગણાવીને તેને પાછી ખેંચવાની માંગ કરી હતી. અગાઉ કેજરીવાલે કહ્યું હતું કે મેં મારું જીવન ઈમાનદારી અને પારદર્શિતા સાથે જીવ્યું છે. મારી પાસે છુપાવવા માટે કંઈ નથી.