December 25, 2024

સિસોદિયા બાદ શું કેજરીવાલ આવશે જેલની બહાર? જામીન માટે SCમાં કરી અરજી

Delhi liquor Scam Case: અરવિંદ કેજરીવાલે તેમની CBI ધરપકડને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. અરવિંદ કેજરીવાલ વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ વહેલી સુનાવણીની માંગ કરી છે. ચીફ જસ્ટિસે તેમને ઔપચારિક ઈમેલ મોકલવા કહ્યું છે.

સુપ્રીમ કોર્ટે ઈડી કેસમાં અરવિંદ કેજરીવાલને પહેલા જ વચગાળાના જામીન આપી દીધા છે. પરંતુ સીબીઆઈ કેસમાં તેમને હજુ સુધી જામીન મળ્યા નથી. દિલ્હી હાઈકોર્ટે ધરપકડ વિરુદ્ધ કેજરીવાલની અરજી ફગાવી દીધી હતી. દિલ્હી હાઈકોર્ટે તેને જામીન માટે ટ્રાયલ કોર્ટમાં જવા કહ્યું હતું.

પીએમએલએ કેસમાં જામીન મળ્યા હતા
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મની લોન્ડરિંગ અથવા પીએમએલએ કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે જામીન આપ્યા હતા. જો કે દિલ્હી હાઈકોર્ટે 25મી જૂને આ આદેશ પર રોક લગાવી દીધી હતી. આ પછી, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હવે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. જ્યાંથી તેમને 12 જુલાઈના રોજ વચગાળાના જામીન મળ્યા હતા. આ દરમિયાન સીબીઆઈએ તેમની ધરપકડ કરી હતી. ત્યારથી તે તિહાર જેલમાં બંધ છે.

આ પણ વાંચો: કોલકાતામાં ડોક્ટરની હત્યા પર લોકો લાલઘૂમ, દેશભરના ડોક્ટર કરશે હડતાળ

તમને જણાવી દઈએ કે EDએ 21 માર્ચે દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. આ પછી 26 જૂનના રોજ સીબીઆઈએ તેને આ જ કેસમાં પોતાની કસ્ટડીમાં લીધો હતો. કેન્દ્રીય તપાસ એજન્સીઓ અનુસાર દારૂના વેપારીઓને ગેરવાજબી લાભ આપવા માટે તેમની પાસેથી લાંચ લેવામાં આવી હતી. દિલ્હી સરકાર અને આમ આદમી પાર્ટી આ દાવાઓને વારંવાર ફગાવી રહી છે.