January 16, 2025

એવો માફિયા જેનાથી દાઉદ પણ ડરતો, 16 વર્ષ બાદ થશે જેલમુક્ત!

મુંબઈ: દાઉદ ઈબ્રાહિમના નામને કોણ નહીં જાણતું હોય? તેનું નામ સાંભળતાની સાથે સારા સારા થરથર કાંપી ઉઠે છે. સામાન્ય માણસની વાત તો તમે છોડી દો તેની સામે અભિનેતાઓ, કદાવર નેતાઓ પણ ડરતા હતા. એવું કહેવામાં આવે છે કે તે જે બિઝનેસમેનને મળવા માટે બોલાવતો હતો, તેને બે દિવસ સુધી ખાવાનું ગળે ઉતરતું ના હતું. પણ કહેવાય છે ને દરેકનો સમય બદલી જાય છે. દાઉદને પણ ફફડાવી દે તેવા ડોનની એન્ટ્રી થઈ અને અરુણ ગવલીએ દાઉદનો જીવ અધ્ધર કરી દીધો હતો. અરુણ ગવલી મુંબઈમાં એક એવું નામ છે જેની સામે દાઉદ ઈબ્રાહિમ પણ પરેશાન થઈ ગયો છે. છેલ્લા 16 વર્ષથી અરુણ ગવલી જેલમાં હતો અને હવે ફરી તે મુંબઈ આવી રહ્યો છે.

કેવી રીતે થઈ દુશ્મની

1990ના દાયકામાં અરુણ ગવળીના ભાઈ પાપા ગવળીની અજાણ્યા હુમલાખોરો દ્વારા હત્યા કરવામાં આવી હતી. તે સમયે, ગવલી મુંબઈનો પ્રખ્યાત ડોન બની ગયો હતો.આ સમયે દાઉદ ઈબ્રાહિમની ટોળકી તેની સામે પુનઃપ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહી હતી. ગવલીને શંકા હતી કે તેના ભાઈની હત્યા દાઉદ ઈબ્રાહિમે કરી છે. ગુસ્સાથી ભરેલા ગવલીએ દાઉદને એવો ઘા આપવાનું નક્કી કર્યું કે જે તે ક્યારેય ભૂલી ન શકે. તેણે તેના સાળાની હત્યા કરવાનું વિચાર કર્યો હતો.

આ પણ વાંચો: મોદી વડાપ્રધાન બન્યા તો આ બધું બદલાશે, જાણો 10 મહત્વના મુદ્દા

દાઉદના સાળાની હત્યા થઈ

આ સમયે તેણે એક યોજના બનાવી અને તેના શૂટર્સને મિશન પર મોકલ્યા હતા. 26 જુલાઇ 1992ના રોજ અરુણ ગવલીના 4 શૂટર્સ, 2 બાઇક પર સવાર થઈને મુંબઈમાં ઈબ્રાહિમના સાળા ઈબ્રાહિમ પારકરની હોટલની બહાર પહોંચી ખુલ્લેઆમ ગોળી મારીને હત્યા કરી નાંખી હતી. દાઉદની મોટી બહેનનો તે પતિ હતો. આ પછી ઈબ્રાહિમ પારકરને હોટલની સામે ખુલ્લેઆમ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તે દાઉદની મોટી બહેન હસીના પારકરનો પતિ હતો. દાઉદ આ બનાવથી થરથર કાંપી ગયો હતો.

દાઉદ અંતે હાર્યો

ત્યારબાદ દાઉદ એટલો ડરી ગયો હતો કે ત્યારે મુંબઈમાં ખુલ્લેઆમ ફરવાની હિંમત કરી ના શક્યો હતો. હવે આ બંને ગેંગના સભ્યોની દુશ્મનીનો ફાયદો પોલીસે ઉઠાવ્યો હતો. પોલીસે આ બંને ગેંગના ઘણા બદમાશોને એન્કાઉન્ટરમાં ઠાર પણ કર્યા હતા. અંતે દાઉદ હાર્યો અને આ યુદ્ધને વિરામ આપવા માટેના કરાર કર્યા હતા. ત્યારબાદથી બંને ગેંગના સભ્યોમાં શાંતિ જોવા મળી રહી છે.

હત્યાનું કાવતરું

અરુણ ગવળીએ પાછળથી પોતાની ઓલ ઈન્ડિયા આર્મી બનાવી અને ભાયખલા સીટ પરથી ચૂંટણીમાં જીત પ્રાપ્ત કરીને ધારાસભ્ય બની ગયા હતા. તેનો પણ ખરાબ સમય શરૂ થયો. વર્ષ 2007માં તેમણે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તેમના પક્ષના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. જેમાંથી એક ઉમદેવાર અજીત રાણે પણ હતા. મલાકર જામસાંડેકરે 376 મતોથી હરાવ્યા હતા. માફિયા અરુણ ગવળીને આ પસંદ આવ્યું ના હતું જે બાદ કમલાકર જામસાંડેકરની હત્યાનું કાવતરું તેણે શરૂ કર્યું હતું. 2 માર્ચ, 2007ના રોજ, ગવળીના ચાર શૂટરો બે બાઈક પર સવાર થઈને જામસાંડેકરના ઘરે પહોંચ્યા હતા. આ બાદ જામસાંડેકરની ગોળીઓના મારથી હત્યા કરી દેવામાં આવી હતી.