September 19, 2024

ગોલ્ડ મેડલ જીતનારા પાકિસ્તાની એથ્લેટને તેના સસરા ભેટમાં આપશે ‘ભેંસ’

Arshad Nadeem Gift: પાકિસ્તાનના અરશદ નદીમે પેરિસ ઓલિમ્પિક 2024માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. અરશદે ભાલા ફેંક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. જ્યારે નિરજે સિલ્વર મેડલ જીત્યો છે. ગોલ્ડ મેડલ જીત્યા બાદ જ અરશદને એક પછી એક ઈનામો મળી રહ્યા છે. સૌથી પહેલા તેને 50 હજાર ડોલર લગભગ 41,97,552 ભારતીય રૂપિયા મળ્યા છે. હવે ગોલ્ડ મેડલ વિજેતા અરશદ નદીમને ભેટમાં ભેંસ મળશે.તમને વાંચીને પહેલી વારમાં સત્યતા નહીં લાગી હોય પરંતુ તે આ ખરી વાત છે. નદીમને તેના સસરા દ્વારા ખાસ ભેંસની ભેટ આપવામાં આવશે.

સ્થાનિક મીડિયામાં કર્યો ખુલાસો
અરશદના સસરા મુહમ્મદ નવાઝે સ્થાનિક મીડિયા સાથેની વાતમાં આ વાતનો ખુલાસો કર્યો હતો કે તે તેના જમાઈને ભેટમાં ભેંસ આપશે. તમને જણાવી દઈએ કે નીરજના ગામમાં ભેંસ ભેટમાં આપવી એ ખૂબ જ મૂલ્યવાન અને આદરણીય માનવામાં આવે છે. અરશદના સસરા મુહમ્મદ નવાઝે સ્થાનિક મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, “નદીમનું ઘર હજી પણ તેનું ગામ છે અને તે હજી પણ તેના માતાપિતા અને ભાઈઓ સાથે રહે છે.” મુહમ્મદ નવાઝે આગળ કહ્યું, “જ્યારે અમે અમારી દીકરીના લગ્ન નદીમ સાથે કરવાનું નક્કી કર્યું ત્યારે તે નાની-નાની નોકરીઓ કરતો હતો, જો કે તે તેની રમત પ્રત્યે ખૂબ જ શોખીન હતો અને તે તેના ખેતરો અને ઘરમાં બરછી ફેંકવાની પ્રેક્ટિસ કરતો હતો “

આ પણ વાંચો: મનુ ભાકરની માતા જ્યારે નિરજ ચોપરાને મળી, લોકો એ કહ્યું ‘રિશ્તા પક્કા’?

ગોલ્ડ જીત્યો હતો
અરશદ નદીમે પેરિસ ઓલિમ્પિકમાં રેકોર્ડ બનાવીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. નિરજે આ જ રમતમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. અરશદે 92.97 મીટરનો થ્રો કર્યો હતો. તેનો આ થ્રો ઓલિમ્પિક રેકોર્ડ બુકમાં નોંધાયો હતો. ઈવેન્ટમાં બીજા ક્રમે રહેલા નીરજ ચોપરાએ 89.45 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. હવે નવાઈની વાત તો એ છે કે હવે જમાઈની ખુશીમાં અરશદ નદીમના સસરા તેને ભેંસ આપશે.