December 23, 2024

અરશદ નદીમે બેગમની સામે ભેંસ આપનાર સસરાની ઉડાવી મજાક

Arshad Nadeem: પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર જેવલિન અરશદ નદીમ પોતાના દેશ પાકિસ્તાનમાં સ્ટાર બની ગયો છે. દરેક લોકો તેને મળવા માંગે છે. અરશદ નદીમે ગોલ્ડ મેડલ જીત્યો તેની ખુશીમાં તેના સસરાએ તેને ભેટમાં ભેંસ આપી હતી. પરંતુ હવે અરશદે તેની પત્નીની સામે તેના સસરાની મજાક ઉડાવી છે.

સસરાની મજાક ઉડાવી
પેરિસ ઓલિમ્પિકમાં 92.97 મીટર ભાલા ફેંકીને ગોલ્ડ મેડલ જીતનાર અરશદ નદીમ પાકિસ્તાનમાં સ્ટાર બની ગયો છે. પાકિસ્તાનનું દરેક મીડિયા હાઉસ અરશદનો ઈન્ટરવ્યુ લેવા માંગે છે. દરેક લોકો તેને મળવા માંગે છે. ગોલ્ડ જીત્યા બાદ અરશદને ભેટ બાદ ભેટ આપવામાં આવી રહી છે. આવી જ એક ભેટ અરશદ નદીમને તેના સસરા મોહમ્મદ નવાઝે આપી હતી. જેમાં તેને ભેંસ ભેટમાં આપવામાં આવી હતી. અરશદે એક મીડિયા સાથેની વાતમાં ભેંસ આપવા બદલ તેના સસરાની મજાક ઉડાવી હતી એ પણ તેની પત્ની સામે.

આ પણ વાંચો: PMએ ઓલિમ્પિક ખેલાડીઓને પૂછ્યું કોણે કહ્યું કે – મોદી મોટી મોટી વાતો કરે છે?

ભેંસ આપવી ખૂબ જ કિંમતી
અરશદના સસરાએ એક મીડિયા સાથેની વાતમાં જણાવ્યું હતું કે તેમના ગામમાં ભેંસ આપવી ખૂબ જ કિંમતી માનવામાં આવે છે. હવે વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં અરશદ નદીમ તેના સસરાની મજાક ઉડાવી રહ્યો છે. વીડિયોમાં નદીમ કહેતા જોવા મળી રહ્યા છે. મને ભેંસને બદલે 5-6 એકર જમીન આપી હોત, પરંતુ ભેંસ પણ સારી છે. ભગવાનની કૃપાથી તે ખૂબ ધનવાન છે અને તેણે ભેંસ આપી.