January 5, 2025

બેન્જામિન નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી, ICC કોર્ટે આપ્યો ઝટકો…!

Benjamin Netanyahu International Criminal Court: ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની મુશ્કેલીઓ વધી ગઈ છે. તેની સામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC) એ ગુરુવારે નેતન્યાહુની ધરપકડ માટે વોરંટ જારી કર્યું હતું. આ આદેશ યુદ્ધ અને માનવતા વિરુદ્ધ અપરાધોના આરોપોને લઈને જારી કરવામાં આવ્યો છે. નેતન્યાહુ ઉપરાંત પૂર્વ રક્ષા મંત્રી યોવ ગેલન્ટ અને હમાસ નેતા મોહમ્મદ ડેઈફ સામે પણ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. જો કે અહેવાલો અનુસાર ઈઝરાયેલે મોહમ્મદ દિફની હત્યા કરી છે.

વિદેશ પ્રવાસ કરે તો થઇ છે ધરપકડ
વોરંટ અનુસાર, નેતન્યાહુ અને ગેલન્ટ જો વિદેશ પ્રવાસ કરે તો તેમની ધરપકડ થઈ શકે છે. નોંધનીય છે કે, કોર્ટના મુખ્ય વકીલ કરીમ ખાને મે મહિનામાં ધરપકડ વોરંટની માંગણી કરી હતી. તેમણે કહ્યું કે ગાઝામાં સામૂહિક ભૂખમરો કરવા માટે નેતન્યાહુ અને ગેલન્ટ દોષિત હતા તે માનવા માટે વાજબી કારણો છે. આ યુદ્ધ અપરાધ અને માનવતા વિરુદ્ધ છે.

ન્યાયાધીશોએ શું કહ્યું?
ઇન્ટરનેશનલ કોર્ટના ત્રણ જજોની પેનલે નેતન્યાહુ અને ગેલન્ટ માટે વોરંટ જારી કર્યું હતું. તેણે પોતાના નિર્ણયમાં લખ્યું – “એ માનવા માટે પૂરતા આધાર છે કે બંનેએ ગાઝાની નાગરિક વસ્તીને તેમના અસ્તિત્વ માટે જરૂરી ચીજ વસ્તુઓથી જાણીજોઈને વંચિત રાખ્યું છે. “જેમાં ખોરાક, પાણી અને દવા તેમજ તબીબી પુરવઠો, બળતણ અને વીજળીનો સમાવેશ થાય છે.”