December 18, 2024

કાશ્મીરના કુલગામમાં સૈન્ય ઓપરેશન, 3 આંતકવાદીઓ ઠાર

અમદાવાદ: દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના રેડવાની વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે લગભગ 40 કલાકથી ચાલી રહેલ એન્કાઉન્ટરનો અંત આવ્યો છે. સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. ભારતીય સેનાના ચિનાર કોર્પ્સે એક્સ પર માહિતી આપી હતી કે કુલગામના રેડવાની પાઈન સામાન્ય વિસ્તારમાં 6-7 મેની મધ્યરાત્રિએ શરૂ કરાયેલ સંયુક્ત ઓપરેશન લગભગ 40 કલાકની સતત દેખરેખ પછી સમાપ્ત થઈ ગયું છે. તેમજ ત્રણ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે.

રેડવાની વિસ્તારમાં સોમવારથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં બુધવારે સાંજે સુરક્ષા દળોએ વધુ એક આતંકીને ઠાર માર્યો હતો. આ સાથે જ આ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા હતા. આ પહેલા મંગળવારે ટોચના TRF કમાન્ડર બાસિત અહેમદ ડાર અને તેના સહયોગી ફહીમ અહેમદ બાબાની હત્યા કરવામાં આવી હતી.

આ પણ વાંચો: ધોરણ-12નું વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર

સૂત્રોના જણાવ્યા અનુસાર, સોમવારે રાત્રે આ વિસ્તારમાં ત્રણ આતંકવાદીઓ બાસિત અહમદ ડાર, ફહીમ અહેમદ બાબા અને મોમીનની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ આ વિસ્તારમાં ઓપરેશન શરૂ કર્યું હતું.