કોંગ્રેસ NGO જેવી બની ગઈ છે, આશા-અપેક્ષા વગર જોડાયો છુંઃ અર્જુન મોઢવાડિયા
અમદાવાદઃ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. ત્યારે તેમણે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના હાથે કેસરિયો ખેસ ધારણ કર્યો છે. તેમણે આ પ્રસંગે જણાવ્યુ છે કે, ‘મેં અને અંબરિશ ડેરે ગઈકાલે રાજીનામા આપ્યા છે. આજે માનનીય નરેન્દ્ર મોદી સાહેબ અને અમિત સાહેબ દેશની સેવા કરી રહ્યા છે. પીએમ મોદી દિવસ-રાત જોયા વિના મહેનત કરી રહ્યાં છે.’
તેઓ વધુમાં કહે છે કે, ‘હું કોંગ્રેસ પક્ષ સાથે 40 વર્ષથી કમિન્ટમેન્ટ સાથે જોડાયેલો રહ્યો છું. કોઈ સ્વાર્થ હોત તો હું પહેલા જ ભાજપમાં જોડાઈ ગયો હોત. આજે ભાજપને મારા જેવા નેતાની કોઈ જરૂર પણ નથી. કંઈ ખુટતું હતું અને ઉમેરવા આવ્યો છું એવું પણ નથી. રાજનીતિમાં સામાજીક બદલાવનું સ્વપ્ન જોયું હતું તે માટે ભાજપમાં આવ્યો છું. મને અને અંબરિશભાઈને રાજનીતિ વારસામાં નથી મળી. અત્યારે કોંગ્રેસ NGO જેવું બની ગયું છે.
તેઓ જણાવે છે કે, ‘મને મોદી સાહેબના નેતૃત્વમાં પરિવર્તન જોવા મળી રહ્યું છે. આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં હું ભાજપમાં જોડાઈ રહ્યો છું. ભાજપમાં જોડાઈ તો કોંગ્રેસ કહેતું કે, સરકારી એજન્સીઓના ડરથી ગયા છે. હું કહેવા માગુ છું કે, આજ સુધી મને કોઈ એજન્સીએ ડરાવ્યો નથી. ગુજરાત કોંગ્રેસમાં રહેલા કોઈ પણ નેતાને પણ કોઈ એજન્સી ડરાવી નથી રહી. મારા જેવા નેતાને સ્વીકારવા માટે આદરણીય નરેન્દ્રભાઈનો આભાર માનું છું. કોઈ લોભ, લાલચ કે ટિકિટની આશા-અપેક્ષા વિના ભાજપમાં જોડાઈ રહ્યો છું.’