લિયોનેલ મેસ્સીના નામે નોંધાયો ઐતિહાસિક રેકોર્ડ
Copa America 2024: આર્જેન્ટિનાની ટીમ કોપા અમેરિકાની ફાઈનલ મેચમાં કોલંબિયાની ટીમને 1-0થી હરાવીને રેકોર્ડ 16મી વખત આ ટ્રોફી જીતવામાં સફળ રહી છે. આ ફાઈનલ મેચમાં જીત સાથે દિગ્ગજ ખેલાડી લિયોનેલ મેસ્સીના નામે એક મોટો રેકોર્ડ પણ નોંધાણો છે. ફાઇનલ મેચમાં આર્જેન્ટિના અને કોલંબિયાની ટીમો વચ્ચે ટક્કર થઈ હતી. આ મેચ દરમિયાન આર્જેન્ટિના ટીમની શાનદાર જીત થઈ હતી. લિયોનેલ મેસ્સી એ એવો રેકોર્ડ બનાવ્યો કે હવે કોઈ પણ ખેલાડીએ તે રેકોર્ડ તોડવો હશે તો આસાન કામ નહીં હોય.
16મી વખત આ ખિતાબ જીત્યો
આર્જેન્ટિનાની ટીમે રેકોર્ડ 16મી વખત કોપા અમેરિકાનો ખિતાબ જીત્યો છે. વર્ષ 2021માં ફાઈનલ મેચમાં બ્રાઝિલની ટીમને હરાવીને આ ટ્રોફી જીતી હતી. આ વખતની ફાઈનલ મેચની વાત કરવામાં આવે તો રમતની 90 મિનિટ પૂરી થઈ ત્યાં સુધી બંને ટીમો એક પણ ગોલ કરી શકી ન હતી. આવી સ્થિતિમાં પરિણામ મેળવવા માટે રમતને બરાબરી કરવી પડી હતી. આર્જેન્ટિના ટીમના ખેલાડી માર્ટિનેઝે રમતની 112મી મિનિટે ગોલ કરીને પોતાની ટીમને રોમાંચક જીત અપાવી હતી.
આ પણ વાંચો: ભારતીય ટીમે પ્રથમ વખત 5 મેચની T20 શ્રેણીમાં આટલી વિકેટ લીધી
લિયોનેલ મેસ્સીના નામે રેકોર્ડ
મહાન ફૂટબોલ ખેલાડી લિયોનેલ મેસ્સી પણ પોતાની ટીમ આર્જેન્ટિનાની આ જીત સાથે એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. જેમાં તે પહેલો એવો ખેલાડી બની ગયો છે કે તેણે 45મી ટ્રોફી જીતી છે. ઈજાના કારણે મેસ્સી કોપા અમેરિકા 2024ની ફાઈનલ મેચમાં આખી મેચ રમી શક્યો ન હતો અને 66મી મિનિટે મેદાન છોડી ગયો હતો.