Gujaratના એકમાત્ર આ ટોલપ્લાઝા પર ટેક્સ નહીં વધે, જાણો કારણ
અરવલ્લીઃ લોકસભાની ચૂંટણીનું મતદાન પૂરું થતાં જ રિઝલ્ટ પહેલા સરકારે જનતાને ઝટકા આપવાના ચાલુ કરી દીધા છે. ત્યારે સમગ્ર દેશમાં નેશનલ હાઇવે પર ઉઘરાવવામાં આવતા ટોલટેક્સમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. ત્યારે ગુજરાતના અરવલ્લીમાં આવેલા ટોલપ્લાઝા પર ભાવવધારો લાગુ નહીં કરવામાં આવે.
અરવલ્લી જિલ્લામાં આવેલા વાંટડા નેશનલ ટોલપ્લાઝા પર નવો ભાવ લાગુ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાઇવે પર કામગીરી ચાલુ હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. શામળાજી-ઉદયપુર નેશનલ હાઇવે પરના અરવલ્લીના ટોલપ્લાઝા પર ટોલટેક્સનો ભાવ ન વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માત્ર પ્રાંતિજ ટોલપ્લાઝા પર ભાવવધારો લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રાંતિજ ટોલપ્લાઝામાં 5થી 15 રૂપિયા સુધી ટોલટેક્સમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ અમૂલ દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો લાગુ, જાણો કઈ પ્રોડક્ટનો કેટલો ભાવ
ટેક્સ વધારવો વાર્ષિક પ્રકિયાનો ભાગ
નવો ટોલટેક્સ આજથી 3 જૂન, 2024થી લાગુ કરી દેવામાં આવશે. કોઈ પણ ફેરફારો જોડાયેલા દરોમાં સુધારો કરવાની વાર્ષિક પ્રક્રિયાનો એક ભાગ છે. નેશનલ હાઈવે નેટવર્ક પર 855 યુઝર ટોલપ્લાઝા આવેલા છે. અત્યાર સુધી 2008 મુજબ યુઝર ચાર્જ વસૂલવામાં આવે છે. ઘણા અધિકારીઓનું આ વિશે કહેવું છે કે, ટોલ ચાર્જ અને ઇંધણ ઉત્પાદનો પરના કરમાં વધારો કરે છે. આ સાથે રાષ્ટ્રીય ધોરીમાર્ગોને વિસ્તૃત કરવામાં મદદ પણ કરે છે. વિરોધ પક્ષના નેતાઓ આ વિશે ટીકા પણ કરે છે.
આ પણ વાંચોઃ જૂનાગઢના ખેડૂત પિતા-પુત્રની અનોખી સિદ્ધિ, વિદેશમાં મોકલે છે આંબાની કલમ
1લી એપ્રિલે કરી હતી જાહેરાત
હકીકતમાં 1 એપ્રિલથી ટોલ ટેક્સ વધારવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ ચૂંટણી પંચે કહ્યું કે, નવા દરો લોકસભાની ચૂંટણી પછી જ લાગુ કરવા જોઈએ. સામાન્ય ચૂંટણી બાદ ટોલ દરમાં વધારો થતાં લોકોને વધુ એક માર પડશે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ ભારતે છેલ્લા એક દાયકામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોના વિસ્તરણ માટે અબજો ડોલરનું રોકાણ કર્યું છે.