શાકભાજીના મબલખ ઉત્પાદન સામે પોષણક્ષમ ભાવ ન મળતા જગતનો તાત ચિંતામાં
Aravalli Farmers: અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં કુલ 1.50 લાખ હેક્ટર જમીનમાં ઘઉં ચણા બટાકા વરિયાળી , રાયડો અને જુદા જુદા શાકભાજીનું વાવેતર થયું છે. શાકભાજીમાં સૌથી વધુ કેપ્સિકમ મરચાંનું વાવેતર થયું છે. વાવેતર બાદ પાક તૈયાર થઇ ગયો છે અને હવે પાક વેચવાના સમયે ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહિં મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા કોહલીની ઈજાએ ભારતનું ટેન્શન વધાર્યું
ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા
ખાસ કરીને જિલ્લામાં ખેડૂતોએ કેપ્સિકમ મરચાં પાછળ એક વીઘા દીઠ 40 થી 50 હજાર ખર્ચ કર્યો છે. ત્યારે પાક તૈયાર થઇ જતા સારા વળતરની આશા ખેડૂતો રાખી રહ્યા હતા. તેવામાં ભાવ નહિં મળતા ખેડૂતોને હાલ તો નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. ગત વર્ષે પ્રતિ એક કિલોના 45થી50 રૂપિયા મળતા હતા. જ્યારે ચાલુ વર્ષે માત્ર 15થી20 રૂપિયા પ્રતિ કિલોના મળી રહ્યા છે. જિલ્લાના ખેડૂતોએ સામાન્ય રીતે બે થી ચાર વીઘા જમીનમાં 1 લાખ થી 2 લાખ સુધીનો ખર્ચ કર્યો છે. ત્યારે પાક માંથી વળતર મેળવવાના સમયેજ પુરતા ભાવ નહિં મળતા ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા છે.