સોના-ચાંદી સાથે ચોર ધાબળા પણ ચોરી ગયા, અરવલ્લી જિલ્લામાં તસ્કરોનો ત્રાસ વધ્યો

Aravalli Crime: અરવલ્લી જિલ્લામાં વિચિત્ર ચોરીનો બનાવ સામે આવ્યો છે. ઠંડીની સિઝનમાં ચોર ઘરમાંથી બ્લેન્કેટ ચોરી ગયા હોવાનું સામે આવ્યું છે. મેઘરજના નવાગામમાં ત્રણ મકાનોમાં ચોરીને અંજામ આપ્યો છે. સોનાચાંદીના ઘરેણાં સાથે બ્લેન્કેટ પણ ચોર લઈ ગયા હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: સતાધાર ખાતે સાધુ સંતોની બેઠક પૂર્ણ, વિજય બાપુને સાધુ સંતોએ આપ્યો ટેકો
ઠંડી વધતા ચોરોએ બ્લેન્કેટ પણ ઉઠાવી ગયા
ચોરી થવાના તમે ઘણા બનાવ સાંભળ્યા હશે. પરંતુ અરવલ્લી જિલ્લામાં એવો બનાવ સામે આવ્યો છે કે એક બાજૂ તમને ગુસ્સો પણ આવશે અને એક બાજૂ તમે હસી પડશો. ચોરોને ચોરી કરતા કરતા ઠંડી લાગતી લાગે છે. કારણે મેઘરજના નવાગામમાં ચોરો ચોરી કરવા ગયા તો તેની સાથે . સોનાચાંદીના ઘરેણાં સાથે બ્લેન્કેટ પણ ચોરી ગયા છે. ઈસરી પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.