December 29, 2024

ઉત્તર ગુજરાતમાં BZ ગ્રુપ પર CIDના દરોડા, પોન્ઝી સ્કિમમાં રૂપિયા રોકાવી કરોડો મેળવ્યાની ચર્ચા

મહેસાણાઃ ઉત્તર ગુજરાતમાં BZ ગ્રુપ પર CIDએ દરોડા પાડ્યા છે. અરવલ્લીના BZ ગ્રુપ પર CIDએ રેડ પાડી છે. ગ્રુપના એજન્ટોના ઘરે પણ રેડ પાડવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, બેફામ પોન્ઝી સ્કિમનો ધંધો ચાલતો હતો. ત્યારે અનેક લોકોને લોભામણી લાલચો આપીને પોન્ઝી સ્કિમમાં રૂપિયા રોકાવતા હતા.

આ સાથે જ વિજાપુર, મેધરજ, મોડાસા, હિંમતનગરમાં CIDએ દરોડા પાડ્યા છે. સાબરકાંઠાથી પોન્ઝી સ્કિમ ઓપરેટ કરતા હતા. ભુપેન્દ્રસિંહ ઝાલાની ઉત્તર ગુજરાતની તમામ ઓફીસ ઉપર એકસાથે દરોડા પાડવામાં આવ્યા છે. BZ ગ્રુપના નામે ભુપેન્દ્રસિંહ ઝાલાએ 1000 કરોડ કરતાં વધુનું રોકાણ મેળવ્યું હોવાની ચર્ચા થઈ રહી છે. ત્યારે વિજાપુરમાં આવેલા અક્ષર આર્કેડમાં ઓફીસ ચાલતી હતી.

ઉત્તર ગુજરાતની સાથે સાથે વિજાપુરની ઓફીસ ઉપર પણ CIDએ દરોડા પાડ્યા હતા. પોન્ઝી સ્કિમમાં રોકાણ કરાવી દર મહિને મોટું વળતર આપવામાં આવતું હતું. થોડા સમય પહેલાં ભુપેન્દ્રસિંહ ઝાલાએ હિંમતનગરમાં એક શૈક્ષણિક સંકુલ પણ ખરીદ્યું હતું. પરંતુ કોઈ કારણોસર આ સોદો કેન્સલ થયો હતો.

આ બાદ એકસાથે BZ ગ્રુપની ઓફીસ ઉપર દરોડા પાડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, રોકાણકારોને મોટું વળતર આપવાની લાલચ આપી કરોડોનું રોકાણ મેળવ્યું હોવાની ચર્ચા થઈ રહી છે.