January 9, 2025

બાયડ MLA-BZ ગ્રુપના CEOની જુગલબંધીનો વીડિયો વાયરલ

અરવલ્લીઃ બાયડના ધારાસભ્ય અને BZ સીઈઓનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. બીઝેડ સીઇઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા અને ધવલસિંહ ઝાલાનો સાથે રૂપિયા ઉડાડતો વીડિયો વાયરલ થયો છે.

હાથમાં નોટોની થપ્પી સાથે કલાકાર પર રૂપિયાનો વરસાદ કર્યો હતો. બાયડના ધારાસભ્યની બીઝેડ સીઈઓ સાથેની જુગલબંધી આંખે ઉડીને વળગે છે. સ્પષ્ટતા બાદ પણ મિત્રતાના જૂના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.

માલપુરનો આરોપી એજન્ટ મયુર દરજી પણ ધારાસભ્યની સાથે વીડિયોમાં દેખાઈ રહ્યો છે. ત્યારે ડાયરાના કાર્યક્રમ વખતના વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.